બ્રાઝિલના સરકારના કેટલાક કેબિનેટ મંત્રીઓ કોરોના સંક્રમિત, UNGA બેઠકમાં સામેલ થયા હતા!

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને સંબોધન કર્યું હતું. આ સંબોધનના થોડા દિવસ પછી તેમની સાથે વાર્ષિક બેઠકમાં ભાગ લેનારા ઘણા સભ્યો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને સંબોધન કર્યું હતું. આ સંબોધનના થોડા દિવસ પછી તેમની સાથે વાર્ષિક બેઠકમાં ભાગ લેનારા ઘણા સભ્યો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની ટીમના ચાર સભ્યો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી બે સભ્યોએ તેમની સાથે યુએનજીએની બેઠકમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કોરોનાની રસી લેવાનો વારંવાર ઇનકાર કર્યો છે.

Brazilian government

રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પર ભૂતકાળમાં કોરોના મહામારીમાં ગેરવહીવટમાટે અનેક વખત વખત સવાલો ઉઠ્યા છે. એટલું જ નહીં તેને પોતે જ કોવિડ-19 રસીકરણ વિરોધ કર્યો છે.બોલ્સોનરે ગયા વર્ષે કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂંક્યા છે. આ સિવાય બોલ્સોનારે ઘણી વખત કહ્યું છે કે, મેં કોરોનાની રસી લીધી નથી અને રસી લેવી એ વ્યક્તિગત અને તબીબી નિર્ણય છે.

આરોગ્ય મંત્રી માર્સેલો ક્વિરોગાએ ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. તેમને ટ્વિટ કરીને લખ્યું કે, હું દરેકને કહેવા માંગુ છું કે, આજે મારો કોરોના ટેસ્ટ થયો છે. જે પોઝિટિવ આવ્યો છે. હું તમામ આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને અલગ રહીશ. આ દરમિયાન બ્રાઝિલ રોગચાળા સામે લડવામાં મક્કમ રહેશે.

આ સમાચાર બાદ બ્રાઝિલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેની ભાગીદારી સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, માર્સેલો ક્વિરોગા એ જ હોટલમાં રોકાયા હતા જ્યાં યુએસ પ્રમુખ જો બાઈડન રોકાયા હતા. માર્સેલો ક્વિરોગાએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને પોલિશ રાષ્ટ્રપતિ આંદ્રેજે દુડા સાથેની બેઠકોમાં પણ ભાગ લીધો હતો. સ્વાસ્થ્ય મંત્રી ઉપરાંત બોલ્સોનારોનો પુત્ર એડ્યુઆર્ડો અને કૃષિ પ્રધાન ટેરેઝા ક્રિસ્ટીના પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ક્રિસ્ટીના કોરોના પોઝિટીવ આવનાર બોલ્સોનારોની કેબિનેટના બીજા સભ્ય છે, જ્યારે ત્રીજો કેસ તેમના આંતરિક લોકોમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X