For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીની રેલીને લઈ હરિયાણા કોંગ્રેસમાં 'મહાભારત', જાણો સમગ્ર મામલો

સોનિયા ગાંધીની રેલીને લઈ હરિયાણા કોંગ્રેસમાં 'મહાભારત', જાણો સમગ્ર મામલો

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીની શુક્રવારે મહેંદ્રગઢમાં ચૂંટણી રેલી છે. પરંતુ તેમની રેલી પહેલા હરિયાણા કોંગ્રેસમાં ઘમાસાણ શરૂ થી ગયું છે. હરિયાણાની પાર્ટી એકમના કેટલાક વરિષ્ઠ નેતાઓ ઈચ્છી રહ્યા છે કે સોનિયા ગાંધી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલ કોંગ્રેસના નેતાના પક્ષમાં ચૂંટણી પ્રચાર ન કરે. તેમનું કહેવું છે કે માત્ર ઉમેદવાર પર જ નહિ તેની સાથે તેમના દીકરા પર પણ ભ્રષ્ટાચારના આરોપ છે. આ મામલે તેમણે ચેતાવણી પણ આપી છે.

સોનિયા ગાંધીની રેલી પહેલા ઘમાસાણ

સોનિયા ગાંધીની રેલી પહેલા ઘમાસાણ

સોનિયા ગાંધીની મહેન્દ્રગઢમાં થનાર રેલી હરિયાણા વિધાનસભા ચૂંટણી તેમની પહેલી રેલી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે વોટિંગ થશે. પાર્ટીના નેતાઓએ આ તથ્યો તરફ ધ્યાન અપાવ્યું કે મહેન્દ્રગઢ વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર દાન સિંહ રાવ 2015માં ભૂમિ કૌભાંડના આરોપી છે. જ્યારે તેમનો દીકરો અક્ષત સિંહ 200 કરોડ રૂપિયાના આદર્શ સહકારી સમિતિ કૌભાંડ સંબંધિત એક મામલાનો આરોપી છે.

ઉમેદવાર અને દીકરા પર ભ્રષ્ટાચારના ચાર્જ

ઉમેદવાર અને દીકરા પર ભ્રષ્ટાચારના ચાર્જ

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ધી પ્રિન્ટને જણાવ્યું કે પિતા એક કૌભાંડમાં સામેલ છે જ્યારે દીકરો કરોડોના અન્ય એક કૌભાંડમાં સામેલ છે. નેતાએ નામ ન કહેવાની શરતે કહ્યું કે ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં પાર્ટીના સીનિયર નેતાઓએ મહેસૂસ કે આ મુદ્દો સોનિયા ગાંધીના ધ્યાનમાં લાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ સોનિયા ગાંધી મહેન્દ્રગઢમાં પોતાની પહેલી રેલી યોજનાર છે, જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અઠવાડિયાની શરૂઆતમાં મૂંહ જિલ્લાના મરોરામાં એક જનભાને સંબોધિત કરી હતી.

આ રેલી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે

આ રેલી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે

હરિયાણામાં પાર્ટીની ચૂંટણીમાં સભાઓ ઓછી થતી દેખાઈ રહી છે. કોંગ્રેસ જૂથવાદની સાથે જ ભાજપના આક્રમણોનો પણ સામની કરી રહ છે. હરિયાણાના બીજા એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ વિરુદ્ધ પહેલેથી જ માહોલ ખરાબ છે, ખાસ કરીને ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ. આ રેલી પાર્ટી પર ભારે પડી શકે છે. કોંગ્રેસના સીનિયર નેતાએ કહ્યું કે આ મામલાને ભૂલાવી દેવામાં આવ્યો છે અનેતેનો કોઈ ઉલ્લેખ પણ નથી થઈ રહ્યો, કેમ કે ત્યાંથી એકમાત્ર ઉમેદવાર છે અને બે વખત ધારાસભ્ય રહ્યા છે, માટે કોઈએ વાસ્તવમાં આના પર સવાલ જ ન ઉઠાવ્યા. વર્ષ 2015માં ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ નેતા દાન સિંહ રાવની ચંદીગઢના એક વ્યક્તને ફેક દસ્તાવેજો દ્વારા ખેડૂતની જમીન વેચી 60 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ધરપકડ કરી હતી. રાવનો દીકરો અક્ષત સિંહ પણ આ મામલામાં આરોપી છે.

અફઘાનિસ્તાનને ભારતે સોંપ્યાં વધુ બે Mi-24V અટેક હેલિકોપ્ટરઅફઘાનિસ્તાનને ભારતે સોંપ્યાં વધુ બે Mi-24V અટેક હેલિકોપ્ટર

English summary
Some congress leaders asking sonia gandhi to do not involve in campaign for dan singh rao
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X