મુંબઈ અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં મળ્યા કમ્યુનિટી ટ્રાન્સમિશનના પુરાવા

મુંબઈ અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં કોરોનાના સામુદાયિક પ્રસાર(કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના અમુક પુરાવા છે.

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે. આનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4213 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 67152 થઈ ગઈ છે. આમાં 44029 એક્ટિવ કેસ છે અને 20917 દર્દી સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2206 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી સૌથી ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 22 હજારને પાર થઈ ચૂકી છે. આ દરમિાયન એક સમાચાર આવી રહ્યા છે જે મુશ્કેલીમાં મૂકી શકે છે. મહારાષ્ટ્ર ડિસીઝ સર્વિલાંસ ઑફિસર ડૉક્ટર પ્રદીપ આવટેએ કહ્યુ કે મુંબઈ અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં કોરોનાના સામુદાયિક પ્રસાર(કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના અમુક પુરાવા છે. જો કે રાજ્યમાં સમગ્ર તસવીર ક્લસ્ટર કેસોની છે.

corona

તેમણે કહ્યુ કે અસલી સ્થિતિ વિશે જાણવા માટે પ્રત્યેક કેસના ઉંડા વિશ્લેષણની જરૂર છે. મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આવા જ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત આપતા ડૉ. આવટેએ કહ્યુ, 'અમે મુંબઈ અને આખા મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોના ક્લસ્ટર મળી રહ્યા છે. મુંબઈ જ નહિ પરંતુ રાજ્યના અમુક ભાગોમાં પણ કમ્યુનિટી ટ્રાન્સમિશનના અમુક પુરાવા છે પરંતુ સંપૂર્ણપણે આ કેસોમાં ક્લસ્ટર મળી રહ્યા છે.' તેમણે કહ્યુ કે, 'અમને પ્રત્યેક કેસની લિંક, તેમની મુસાફરીનો ઈતિહાસ, સંક્રમણના સંભવિત કારણ વગેેરે શોધવાની જરૂર છે.' મુબઈમાં કોરોના વાયરસના વધતા કેસો પર ડૉ. આવટેએ કહ્યુ, મુંબઈની સ્થિતિ દેશના અન્ય ભાગોથી અલગ છે. અહીં ગીચ વસ્તી છે અને તેની સામાજિક-આર્થિક સ્થિતિ પણ અલગ છે. તેમણે કહ્યુ - તે માત્ર મહારાષ્ટ્રની રાજધાની જ નથી પરંતુ આની સામાજિક-આર્થઇક સ્થિતિ ભારતના અન્ય મેટ્રોથી અલગ છે. તેની જનસંખ્યાનુ ઘનત્વ વધુ છે. અહીં પ્રતિ વર્ગ કિલોમીટરમાં 20000 લોકો રહે છે. આ જ કારણ છે કે મુંબઈમાં આટલા કેસ સામે આવી રહ્યા છે.

શું હોય છે કમ્યુનિટી ટ્રાન્સમિશન?

કમ્યુનિટી ટ્રાન્સમિશન દરમિયાન કોઈ વ્યક્તિને સંક્રમણ કેવી રીતે થયુ, તે વિશે જાણવુ મુશ્કેલ હોય છે. જે લોકો સંક્રમિત વિસ્તારો કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હોય તેમનામાં પણ સંક્રમણ જોવા મળે છે. આનાથી સંકેત મળે છે કે એવા ઘણા સંક્રમિત લોકો ફરી રહ્યા છે જેમની ઓળખ નથી થઈ શકી અને તે બીજા લોકોમાં વાયરસ ફેલાવી રહ્યા છે. આ તબક્કે અનેક ગણી ઝડપથી કેસ વધે છે અને મહામારીનુ સ્વરૂપ લઈ લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X