વીડિયો: પહેલી પત્ની વૃદ્ધ, બીજી ગર્ભવતી અને હવે ત્રીજા લગ્ન!
મહારાષ્ટ્રના દૂરસ્થ ગામમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિની પહેલી પત્ની વૃદ્ધ થઇ ગઇ છે. જે તેને પંખો નાંખવાનો અને ઘરના નાના મોટા કામ કરવાનું કામ કરે છે. બીજી પત્નીથી એક દિકરી છે અને એક બીજું બાળક આવવાનું છે. બીજી પત્ની ગર્ભાવસ્થાના કારણે ખાલી રાંધવાનું જ કામ કરી શકે છે. અને આજ કારણ છે કે આ ગરીબ વ્યક્તિને ત્રીજા લગ્ન કરવા પડશે.
કારણ જાણીને તમને થયું ને કે આવું તો કંઇ હોતું હશે. ત્રીજું લગ્ન એટલા માટે કે નવી વહૂ દૂર આવેલા તળાવમાંથી પાણી ભરીને લાવી શકે? પણ આ વાત સો ટકા સાચી છે આ વાત તેવી જે જેની પર અસહિષ્ણુતાના મુદ્દા જેટલી ચર્ચા નથી થતી. પણ તેનો મતલબ તે નથી કે તે આવું થતું નથી.

આ હાલત ભારતના તેવા ગામડાઓની છે. જેમાં દર વર્ષે દુકાળ પડે છે. આ ગામડાઓમાં પુરુષો બે કે ત્રણ લગ્ન કરે છે. ક્યારેક ક્યારેક ચાર પણ. ઘરમાં લગ્ન કરીને આવતી મહિલાનું મુખ્ય કામ પાણી લાવવાનું હોય છે.
જ્યારે આપણે એક બાજુ સ્માર્ટ સીટીની વાતો કરીએ છીએ. ચીન અને જાપાનને પછાડવાની વાત કરીએ છીએ ત્યાં એક હકીકત આ પણ છે. પાંચ મિનિટની આ ફિલ્મ Water Wives પાંચ મિનિટમાં તે સમસ્યાને ખૂબ જ સારી રીતે સામે રાખી રહી છે. તો જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
