For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA પર મોહન ભાગવતઃ અમુક મુસ્લિમ પોતાના જ સમાજમાં ફેલાવી રહ્યા છે ડર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે અમુક મુસ્લિમ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિશે પોતાના સમાજમાં જ ડર પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે અમુક મુસ્લિમ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિશે પોતાના સમાજમાં જ ડર પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ કાયદાથી ડરવાની કોઈ જરૂર નથી. આ ડર અને ભ્રમને દૂર કરવા માટે મુસ્લિમ સમાજના શિક્ષિત અને બુદ્ધિજીવી લોકોએ આગળ આવવુ જોઈએ.

mohan bhagwat

મોહન ભાગવતે કહ્યુ, ભારતમાં શિક્ષિત અને બુદ્ધિજીવી મુસ્લિમ લોકોએ આગળ આવવુ જોઈએ અને આ ડરને દૂર કરવો જોઈએ. હિંદુ અને મુસ્લિમ બંને આ દેશના નાગરિક છે અને તેમના (મુસ્લિમ) આ કાયદાથી ડરવા પાછળનુ કોઈ કારણ નથી. ભાગવતે આ વાત સંઘના કાર્યકર્તાઓ સાથે મંગળવારે થયેલી બેઠકમાં કહી છે. આરએસએસ પ્રમુખે પોતાના કાર્યકર્તાઓને પોતાની આવકનો એક ભાગ સામાજિક કલ્યાણના કાર્યો પર ખર્ચ કરવા માટે પણ કહ્યુ છે.

તેમણે કહ્યુ કે જાતિ અને વર્ગ વિભાજન ભારતીય સમાજ માટે એક અભિશાપ રહ્યો છે અને સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે. ભાગવતે પોતાના કાર્યકર્તાઓને એ પણ કહ્યુ કે અહંકારને દૂર કરીને સંગઠનના વિસ્તારમાં શામેલ થાવ. આરએસએસ છેલ્લા 95 વર્ષોથી આ અવધારણા પર જીવિત છે અને આપણે એ જ સિદ્ધાંતોનુ પાલન કરવાની જરૂર છે. આરએસએસ પ્રમુખે કહ્યુ કે દરેક વ્યક્તિએ રાષ્ટ્ર નિર્માણનો હિસ્સો બનવુ જોઈએ. આરએસએસનુ લક્ષ્ય 2025 સુધી દેશના દરેક ગામમાં શાખા સ્થાપિત કરવાનુ છે. તેમણે બધા આરએસએસ પદાધિકારીઓને આ લક્ષ્યની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો.

આ પણ વાંચોઃ Coronavirus: ચીનમાં કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત, 7700થી વધુ લોકોમાં સંક્રમણઆ પણ વાંચોઃ Coronavirus: ચીનમાં કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત, 7700થી વધુ લોકોમાં સંક્રમણ

English summary
some muslims creating fear over CAA in their community said RSS chief mohan bhagwat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X