ઈન્ડિયા ગઠબંધનની મુંબઈ બેઠકમાં કેટલીક નવી પાર્ટીઓ જોડાશે, જાણો શું કહ્યું નીતિશ કુમારે?

પટના અને બેંગ્લોર બાદ હવે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયાનો મંચ મુંબઈમાં સજાવાઈ રહ્યો છે. બેઠકની શરૂઆત પહેલા નીતિશ કુમારે મોટો દાવો કરતા કહ્યું છે કે આ બેઠકમાં નવી પાર્ટીઓ સામેલ થઈ શકે છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, મુંબઈ ઈન્ડિયા (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ની આગામી બેઠક દરમિયાન કેટલીક વધુ પાર્ટીઓ ગઠબંધનમાં જોડાઈ શકે છે.

India

જો કે નીતિશ કુમારે આ પક્ષો વિશે કંઈ કહ્યું નથી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આમાં બેઠકની વહેંચણી સહિતના મુદ્દાઓ સામેલ છે.

નીતિશ કુમારે કહ્યું કે, અમે મુંબઈમાં આગામી બેઠક દરમિયાન આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે INDIA ની રણનીતિ પર ચર્ચા કરીશું. બેઠકોની વહેંચણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા અને ઘણા એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં કેટલાક વધુ રાજકીય પક્ષો ગઠબંધનમાં જોડાશે.

નીતિશ કુમારે કહ્યું કે, હું 2024ની લોકસભા ચૂંટણી પહેલા શક્ય તેટલી વધુ પાર્ટીઓને એક કરવા માંગુ છું. હું આ દિશામાં કામ કરી રહ્યો છું. મારી કોઈ ઈચ્છા નથી.

જણાવી દઈએ કે 2024 લોકસભા ચૂંટણી પહેલા દેશની તમામ મોટી પાર્ટીઓ એક મંચ પર આવતા બીજેપી છાવણીમાં ટેન્શનનો માહોલ છે. આ ગઠબંધન જ કારણે છે કે 10 વર્ષ સત્તા સંભાળ્યા બાદ હવે બીજેપીને સાથી પાર્ટીઓની જરૂર પડી છે. સુત્રોનું માનીએ તો 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે કપરા ચઢાણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X