For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાએ પાસવાનને કહ્યું- 2016માં હું રિટાયર નથી થઇ રહી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઓક્ટોબર: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની 2016માં રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની કોઇ યોજના નથી. એક પુસ્તકમાં સોનિયાના રિટાયરમેન્ટ અંગેનો દાવો કરવામાં આવ્યો હતો. આ વાત ખૂદ સોનિયાએ લોકજનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાનને જણાવી છે. પાસવાને સોનિયાની સાથે એક મુલાકાતમાં આ અફવાહ અંગે પૂછ્યું હતું.

પાસવાને જણાવ્યું કે કોગ્રેસ અધ્યક્ષે તેમને જણાવ્યું કે મેં ક્યારેય આવું નથી કહ્યું. લોકજનશક્તિ પાર્ટીના નેતા સોનિયાની સાથે તેમની 40 મિનિટની મુલાકાતની વાત કરી રહ્યા હતા. તેમણે આ મુલાકાત બિહારના લક્ષ્મણપુર બાથેમાં 16 વર્ષ પહેલા 58 દલિતોના જનસંહારના બધા 26 આરોપીઓને છોડી મૂકવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સાથે મુલાકાત કરી હતી.

મુલાકાત દરમિયાન પાસવાને સોનિયાને આગ્રહ કર્યો કે તે 2004ની જેમ જ આવતી લોકસભા ચૂંટણી પહેલા ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એકજૂથ કરવાની ભૂમિકા નિભાવે. તેમણે જણાવ્યું કે મે તેમને જણાવ્યું કે જોકે ભાજપાની પાસે શિવસેના અને અકાલી દળ અને કેટલીક અન્ય પાર્ટિઓ જેવું સમર્થન છે. ત્યારબાદ તે સત્તામાં નહીં આવે. માટે એ સંભાવના છે કે એકલું યુપીએ હવે પછીની સરકાર બનાવવામાં સક્ષમ છે.

sonia gandhi
ઉલ્લેખનીય છે કે રાશિદ કિદવાઇના પુસ્તક '24 અકબર રોડ' અનુસાર સોનિયા ગાંધીએ પોતે ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ પોતાના જન્મદિવસના અવસરે પાર્ટીના નેતાઓને આ જાણકારી આપી હતી. સોનિયાની આ ઇચ્છા સાંભળીને કોંગ્રેસના તમામ નેતાઓ સુન્ન રહી ગયા હતા. ગભરાયેલા નેતાઓએ સોનિયાને રાહુલ ગાંધીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપવાનો આગ્રહ કર્યો.

પુસ્તકમાં આગળ લખ્યું છે કે ત્યારથી જ કોંગ્રેસે રાહુલને મનાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, પરંતુ ત્યારે રાહુલ માન્યા નહીં. કિદવઇના જણાવ્યા અનુસાર રાહુલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બની ચૂક્યા હોય તેમ છતાં સોનિયા ગાંધીના રિટાયરમેન્ટના સમાચારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધું છે.

English summary
Congress chief Sonia Gandhi has ruled out premature retirement, scotching the speculations that she could call it a day in 2016 when she turns 70.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X