For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષમાં 6 પરિક્ષાઓમાં ફેઇલ થયા સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 માર્ચઃ સોનિયા ગાંધીએ ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે 15 વર્ષ પૂર્ણ કર્યા. દેશ તરફથી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનારી સોનિયા ગાંધીએ પાર્ટી પ્રમુખ તરીકે માત્ર કોંગ્રેસને બે વાર સત્તા જ નથી અપાવી, પરંતુ ભારતીય રાજકારણમાં એક દમદાર ભૂમિકા પણ નિભાવી છે. 66 વર્ષિય સોનિયા ગાંધીએ 1998માં 127 વર્ષ જૂની આ પાર્ટીના અધ્યક્ષ પદને સંભાળ્યું હતું અને ત્યારથી તે સતત આ પદ પર બનેલા છે.

સતત સૌથી વધારે સમય સુધી પાર્ટી અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ તેમના નામ સાથે જોડાઇ ગયો છે. સોનિયા ભલે ગમે તેટલા રેકોર્ડ પોતાના નામે કરી લે પરંતુ, પાર્ટીમાં તે કેટલાક પરિવર્તન લાવી શક્યા નથી. સોનિયા સામે આ દરમિયાન અનેક પરિક્ષાઓના પળ આવ્યા, પરંતુ તેમણે તેનો હિંમતભેર સામનો કર્યો, છતાં પણ છ પરિક્ષા એવી છે, જેમાં તે ક્યારેય પણ પાસ થઇ શક્યા નહીં.

sonia-gandhi
પરિક્ષા 1: ગાંધી પરિવાર બહાર વિચારવું

કોંગ્રેસ પાર્ટી હંમેશા નેતૃત્વ માટે ગાંધી પરિવાર પર આધારિત રહી છે. 1998માં કોંગ્રેસ ગાંધી પરિવારને નેતૃત્વ પર આધારિત અને 15 વર્ષ પછી પણ પાર્ટીને ગાંધી પરિવારના નેતૃત્વના આધારની જરૂર છે. સોનિયાની અધ્યક્ષતા અને રાહુલ ગાંધીને સતત યુવા નેતાઓને આગળ લાવવાના પ્રયત્નો આજ સુધી સફળ રહ્યાં નથી. મનમોહન સિંહને પ્રધાનમંત્રી તરીકે 9 વર્ષના કાર્યકાળ પછી પણ આજ સુધી કોંગ્રેસમાં ગાંધી પરિવાર બહાર કોઇ પણ નેતા રાષ્ટ્રિય સ્તર પર પોતાના નેતૃત્વનો પરચો આપી શક્યા નથી. આ સોનિયાની જ નબળાઇ છે કે કોંગ્રેસ જેવા રાષ્ટ્રિય પક્ષમા નેતૃત્વશાળી કોઇ બની શક્યું નથી. હંમેશા આ જવાબદારી ગાંધી પરિવારના હાથમાં જ રહી છે.લ

પરિક્ષા 2: જી સાહેબથી ઉપર આવવું

1998માં સીતારામ કેસરી બાદ જ્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી ત્યારે પણ પાર્ટીમાં આલાકમાન ગાંધી પરિવાર જ સર્વોચ્ચ હતું. હવે સ્થિતિ એવી છે કે દેશમાં મોટાભાગના હિસ્સામાં પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારથી લઇને ચૂંટણી જીતાડવા સુધી તમામ બાબતે આલાકમાન પર નિર્ભર છે. કોંગ્રેસના મોટાભાગના પ્રદેશોમાં નેતા ચૂંટણી જીતવા માટે આલાકમાન તરફ જોવે છે. પાર્ટીમાં આલાકમાનની મરજી વગર કે તેમના આદેશ વગર નાનામાં નાનો નિર્ણય પણ લેવામાં આવતો નથી. એટલે કે કોંગ્રેસમાં જી સાહેબની પરંપરા હજુ સુધી ગઇ નથી.

પરિક્ષા 3: મોંઘવારીમાંથી છૂટકારો ના અપાવી શક્યા

જ્યારે 1998માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ સોનિયા ગાંધીએ પાર્ટીનું સુકાન સંભાળ્યું અને 2004માં કોંગ્રેસને સત્તા પર લાવ્યા. જ્યારે કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે ભારતનો મોંઘવારી દર 3.77 ટકા હતો, પરંતુ ફેબ્રુઆરી 2013માં આ આંક 10.91 ટકા સુધી પહોંચી ગયો. મોંઘવારીનો આ ગ્રાફ ધીરે-ધીરે વધી રહ્યો છે. એ સ્પષ્ટ કરે છે કે સોનિયા ગાંધીના નેતૃત્વ અને તેમની નીતિઓએ ભલે કોંગ્રેસને ટોચ પર પહોંચાડ્યું હોય પરંતુ દેશમાં ફેલાયેલી મોંઘવારીની આગને ઠંડી પાડવામાં તે નિષ્ફળ રહ્યાં છે.

પરિક્ષા 4: ભ્રષ્ટાચારને ના રોકી શક્યા

ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલના 2004ના કરપ્સન પરસેપ્શન ઇન્ડેક્સના આંકડાઓ અનુસાર ભારત સૌથી પ્રામાણિક દેશોની યાદીમાં 90માં સ્થાન પર હતું, પરંતુ 2012માં ભારત આ યાદીમાં 94માં સ્થાન પર જતુ રહ્યું. તેનો અર્થ એ છે કે દેશમાં ભ્રષ્ટાચાર ગત 8 વર્ષોમાં વધ્યો છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના રાજ દરમિયાન ગત 8-9 વર્ષોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. તેના કારણે જ અણ્ણા હજારેના નેતૃત્વમાં થયેલા લોકપાલ કાયદો લાવવા માટેના જોરદાર આંદોલન પછી પણ સોનિયા ગાંધી ભ્રષ્ટાચા સામેના આ મજબૂત બિલને પાસ કરાવી શકી નહીં. ગત કેટલાક વર્ષો દરમિયાન દરરોજ કોઇને કોઇ કૌભાંડનો ખુલાસો થતો રહે છે. પછી તે કોમનવેલ્થ હોય, કોલસા કૌભાંડ હોય, કે 2જી ગોટાળો હોય. કૌભાંડની યાદી ઘણી લાંબી છે. સોનિયાનું કુશળ નેતૃત્વ પણ કોંગ્રેસીઓની અંદર રહેલા ભ્રષ્ટાચારના ભૂતને બહાર કાઢી શક્યું નથી.

પરિક્ષા 5: કોંગ્રેસમાં આંતરિક વિખવાદ

કોંગ્રેસ હંમેશા આતંરિક વિખવાદના રાજકારણનો ભોગ બનતી આવી છે. સોનિયા ગાંધીના અનુભવી નેતૃત્વ અને રાહુલ ગાંધીનો યુવા જોશ પણ પાર્ટીને આ બિમારીથી બચાવી શક્યો નથી. ઉત્તરાખંડમાં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીમાં ચાલી રહેલો વિખવાદ લોકોની સમક્ષ આવ્યો હતો.

પરિક્ષા 6: હિન્દી બેલ્ટ પર પોતાનો સિક્કો જમાવી ના શક્યા

સોનિયાના નેતૃત્વમાં કોંગ્રેસે સતત બે વાર કેન્દ્રમાં સત્તા મેળવી પરંતુ હિન્દી બેલ્ટવાળા રાજ્યોમાં તેની પકડ નબળી રહી છે. દેશના રાજકારણમાં સૌથી મહત્વના ગણાતા યુપીમાં કોંગ્રેસની હાલત નાજૂક છે. 1998માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો એકપણ સાંસદ યુપીથી સંસદ સુધી પહોંચી શક્યો નહોતો. 2009માં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં યુપીમાંથી 21 બેઠકો મળી, પરંતુ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઇ. 2012ની વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીમાં સપા, બસપા અને ભાજપથી તે પાછળ રહી છે.

English summary
Congress president Sonia Gandhi has failed in six exams in last 15 years of her tenure as Congress chief. Lets have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X