For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલે લીધો નેતાઓનો ક્લાસ, કહ્યું 'મા નરમ છે પણ હું નહીં'

|
Google Oneindia Gujarati News

rahul gandhi
નવી દિલ્હી, 24 મે : આ વર્ષના અંતમાં યોજનાર દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું નિરિક્ષણ કરવા આવેલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કડકાઇ પૂર્વક નેતાઓનો ક્લાસ લીધો.

તેમણે જણાવ્યું કે અનુસાશનહીનતા કોઇપણ સ્તર પર ચલાવી લેવામાં આવશે નહીં. આપણે કોઇપણ પરિસ્થિતિમાં દરેક કાર્યોને પાર પાડવા પડશે. પોતાની માતા અને પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અંગે રાહુલે જણાવ્યું કે 'તે ખૂબ જ કોમળ સ્વભાવની છે, પરંતુ હું પોતે કોમળ નથી. અનુશાસનહીનતા ચલાવી લેવામાં આવશે નહીં.'

રાહુલ ગાંધી દીનદયાળ માર્ગ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ગુરુવારે કોંગ્રેસિયોની બેઠક લઇ રહ્યા હતા. તેમાં સાંસદો, વિધાયકો તથા પ્રદેશ સરકારના મંત્રીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. રાહુલની સલાહની તાત્કાલિક અસર એ થઇ કે છેલ્લા સાડા ચાર વર્ષથી મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સામે મોર્ચો માંડનાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જયપ્રકાશ અગ્રવાલના સૂર અચાનક બદલાઇ ગયા.

તેમનું કહેવું હતું કે એક પરિવારમાં જુદા-જુદા સભ્યોની માન્યતા અલગ અલગ હોઇ શકે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે અંદરો અંદર લડાઇ છે, હા કેટલાક મુદ્દાઓ પર મુખ્યમંત્રી સાથે મતભેદ હતા પરંતુ હવે કોઇ એવી વાત નથી.

સરકાર અને સંગઠન હળીમળીને કામ કરશે. રાહુલે બધાની સાથે બ્લોક સ્તર પર જઇને કાર્ય કરવાની સલાહ આપી. દિલ્હી વિધાનસભાના નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીનના પગલે તેમની મહત્વની બેઠકમાં તમામ નેતાઓએ પોત-પોતાના વિચારો વ્યક્ત કર્યા.

English summary
Congress prez Sonia Gandhi is soft, but I am not: Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X