મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં શિવસેનાને કોંગ્રેસ બાહરી સપોર્ટ આપશે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. એનસીપીએ શિવસેનાને સમર્થન આપવાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. જે બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ઉદ્ધવ ઠાકરેની ફોન પર લાંબી વાતચીત થઈ હતી. બીજી તરફ દિલ્હી સ્થિત સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી. સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને બાહરી સપોર્ટ ઑફર કર્યો છે. એટલે કે કોંગ્રેસ માત્ર શિવસેનાને સરકાર રચવામાં સપોર્ટ કરશે, સરકારમાં નહિ રહે.
બીજી તરફ શિવસેનાએ પણ સરકાર રચવા માટે વધુ 24 કલાકના સમયની માગણી કરી છે. જો કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બનશે કે અન્ય કોઈ તે વિશે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઉલ્લેખનીય છે કે મોદી સરકારમાં શિવસેનાના એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતે પણ રાજીનામું આપી દીધું છે આની સાથે જ ભાજપ-શિવસેનાની 30 વર્ષ જૂની દોસ્તી ટૂટી ગઈ છે. અગાઉ શરદ પવારે પણ કહ્યુ્ં હતું કે શિવસેના સાથે સરકાર બનાવવાનો ફેસલો કોંગ્રેસ સાથે વિચાર કર્યા બાદ કરવામા આવશે, હવે સોનિયા ગાંધીએ બાહરી ટેકા માટે હામી ભરી દીધી હોય એનસીપી-શિવસેના ગઠબંધન કરી સરકાર બનાવી શકે છે.
જણાવી દઈએ કે શિવસેનાને સમર્થન મુદ્દે સોનિયા ગાંધીએ જયપુરની હોટલમાં રહેલા પોતાના ધારાસભ્યો સાથે પણ વાતચીત કરી હતી. જણાવી દઈએ ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ પહેલા ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું પણ 105 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનનાર ભાજપે સરકાર બનાવવા અસમર્થતા દાખવી દેતા બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર રચવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ભાજપ અને શિવસેના એનડીએ ગઠબંધનમાં એકસાથે ચૂંટણી લડ્યા હતા પરંતુ પરિણામ બાદ કોઈને સ્પષ્ટ બહુમતી ન મળતાં મામલો અટવાયો હતો. ભાજપે શિવસેનાની 50-50 ડીલ ફગાવી દેતા શિવસેનાએ ભાજપ વિના જ સરકાર રચવાનું મૂડ બનાવી લીધું હતું.
અજાણી જગ્યાએ મળ્યા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસ ટેકો આપી શકે