વિશ્વના ત્રીજા શક્તિશાળી મહિલા છે સોનિયા ગાંધી
ન્યુયોર્ક, 31 ઓક્ટોબરઃ દેશની સત્તાધીશ પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતા વધારે શક્તિશાળી વ્યક્તિ છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વ ભરની શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં તેઓ સામેલ છે. તેમને વિશ્વના ત્રીજા શક્તિશાળી મહિલાનો પુરસ્કાર મળ્યો છે. ફોર્બ્સ મેગેઝીને વિશ્વની શક્તિશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. જેમાં સોનિયા ગાંધીને 21મો રેંક છે. આ યાદીમં સામેલ પ્રભાવશાલી મહિલા નેતાઓમા સોનિયા ગાંધી ત્રીજા સ્થાન પર છે.
ફોર્બ્સે વિશ્વના 100 શક્તિશાળી લોકોની યાદી જાહેર કરી છે. 72 દેશોના રાષ્ટ્ર પ્રમુખો, બિઝનેસ લીડર્સ અને રાજનેતાઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સોનિયા ગાંધી 21માં ક્રમાંકે છે, પરંતુ મહિલાઓની યાદીમાં તેઓ ત્રીજા સ્થાને છે. આ યાદીમાં જર્મન ચાંસલર એન્જેલા મોર્કલ પ્રથમ અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ રોસેફ બીજા સ્થાને છે.
ફોર્બ્સે પોતાની વેબસાઇટમાં સોનિયા ગાંધી અંગે લખ્યું છે કે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષા હોવાના કારણે સોનિયા ગાંધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં સત્તાધીશ પાર્ટીને ચલાવી રહ્યાં છે. ફોર્બ્સેની અન્ય એક યાદીમાં સોનિયાને 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નવમું સ્થાન મળ્યું છે, સોનિયાની સરખામણીએ વડાપ્રધાન મનમોહન સિંહ 28મા અને મુકેશ અંબાણી 38માં ક્રમાંકે છે. ફોર્બ્સ અનુસાર વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન. પુતિને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પાછળ છોડીને પહેલીવાર નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સોનિયા સિવાય અન્ય કઇ-કઇ મહિલાઓ આ યાદીમાં સમાવાયી છે.

એન્જેલા મોર્કલ
એન્જેલા મોર્કલ જર્મન ચાંસલર અને જર્મન ક્રિશ્ચિયન ડેમોક્રેટના ચેરવુમન છે.

દિલમા રોસેફ
દિલમા રોસેફ બ્રાઝીલના રાષ્ટ્રપતિ છે.

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષા છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ હાલ દેશની સત્તાધીશ પાર્ટી છે.

ક્રિસ્ટિયન લાગાર્ડ
ક્રિસ્ટિયન લાગાર્ડ ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડના મેનેજિંગ ડીરેક્ટર છે.

પાર્ક ગેઉન હેય
પાર્ક ગેઉન હેય દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે.

વિરજિનિયા રોમેટ્ટી
વિરજિનિયા રોમેટ્ટી આઇબીએમ સ્પીક્સના પ્રેસિડેન્ટ અને સીઇઓ છે.

માર્ગરેટ ચાન
માર્ગરેટ ચાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જનરલ ડીરેક્ટર છે.

જિલ એબ્રામ્સન
જિલ એબ્રામ્સન ન્યુયોર્ક ટાઇમ્સના એક્ઝિક્યૂટિવ એડિટર છે.

જેનેટ યેલેન
જેનેટ યેલેન એકોનોમિસ્ટ છે અને યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા ફેડરલ રિઝર્વ ચેરમેન તરીકે જેનેટના નામના નોમિનેશનની જાહેરાત કરી હતી.