For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાયબરેલી સીટ પરથી સોનિયા ગાંધીનું આજે નામાંકન, રોડ શો પણ કરશે

રાયબરેલી સીટ પરથી સોનિયા ગાંધીનું આજે નામાંકન, રોડ શો પણ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૂપીએના ચેરપર્સન અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે રાયબરેલી લોકસભા સીટ માટે પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ કરતા પહેલા સોનિયા ગાંધી રોડ શો પણ કરશે. ખબર મુજબ સોનિયા ગાંધી માં અપરાજિતા દેવીની પૂજા-અર્ચના બાદ નામાંકન માટે કલેક્ટ્રેટ જશે. આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર રહેશે.

6 તારીખે અહીં થશે ચૂંટણી

6 તારીખે અહીં થશે ચૂંટણી

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 6 મેના રોજ રાયબરેલી લોકસભા સીટ માટે મતદાન થનાર છે. રાયબરેલીમાં સોનિયા ગાંધી અને દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે સીધી ટક્કર થશે. દિનેશ પ્રતાપ સિંહે હાલમાં જ કોંગ્રેસ છોડી ભાજપનો હાથ થામ્યો હતો. સોનિયા ગાંધી રાયબરેલી લોકસભા સીટ પરથી પાંચમી વાર મેદાનમાં છે.

કોંગ્રેસે કરી લીધી પૂર્ણ તૈયારી

કોંગ્રેસે કરી લીધી પૂર્ણ તૈયારી

સોનિયા ગાંધી રાયબરેલી લોકસભ સીટ પર 2004, 2006, 2009 અને 2014માં જીત્યાં હતાં. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધને કોંગ્રેસના આ ગઢમાં કોઈ ઉમેદવારને ઉતાર્યા નથી. એવામાં અહીં મુકાબલો સીધી રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે. બુધવારે રાહુલ ગાંધીના નામાંકન બાદ સોનિયા ગાંધી ભુએમઉ સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચ્યાં હતાં. તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા, તેમના દીકરા રેહાન અને દીકરી મિરાયા પણ ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતાં. અહેવાલ મુજબ સોનિયા ગાંધીના નામાંકનમાં આ તમામ લોકો હાજર રહેશે.

વાડ્રા પરિવાર પણ હાજર રહેશે

વાડ્રા પરિવાર પણ હાજર રહેશે

સોનિયા ગાંધીના નામાંકન માટે કોંગ્રેસે પૂરી તૈયારી કરી લીધી છે. જ્યારે સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે નામાંકન દાખલ કર્યું હતું. તેમણે 2 કિમી લાંબો રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન ગાંધી પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. ગુરુવારે સોનિયા ગાંધીના રોડ શોમાં પણ ગાંધી પરિવારના સભ્યો જોવા મળશે.

સેનાને સશક્ત કરનારી સરકારને ચૂંટવા વોટિંગ કરજોઃ અમિત શાહ સેનાને સશક્ત કરનારી સરકારને ચૂંટવા વોટિંગ કરજોઃ અમિત શાહ

English summary
Sonia Gandhi to file Nomination from Rae Bareli Lok Sabha Seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X