For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સાથે સોનિયા ગાંધીની આજે બેઠક, આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર અને ઝારખંડના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ દરમિયાન તે રાજ્યોની બાકી રહેલ જીએસટી, નીટ તેમજ જેઈઈની પરીક્ષા મુદ્દે વાત કરશે. વાસ્તવમાં મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે નીટ તેમજ જેઈઈની પરીક્ષાને સ્થગિત નહિ કરવામાં આવે, તે પોતાના નિશ્ચિત સમયે જ થશે. છેલ્લા ઘણા સમયથી નીટ તેમજ જેઈઈની પરીક્ષા સ્થગિત કરવાની માંગ થઈ રહી હતી પરંતુ એનટીએએ આને ફગાવીને પરીક્ષાને નક્કી સમયે જ કરાવવાનો નિર્ણય લીધો છે.

sonia gandhi

આજે યોજાનારી બેઠકમાં રાજ્યોને કોરોનાના કારણે થયેલ રાજસ્વના નુકશાનની ભરપાઈ પણ પણ સોનિયા ગાંધી ચર્ચા કરશે. રાજ્યોની માંગ છે કે કોરોનાના કારણે રાજ્યોને થયેલ રાજસ્વના નુકશાનની ભરપાઈ કેન્દ્ર સરકારે કરવી જોઈએ. સાથે જ સમય પર જીએસટીની ચૂકવણી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે 27 ઓગસ્ટે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક છે. જેમાં વિપક્ષ આજે યોજાનારી બેઠકમાં જીએસટીની બાકી ચૂકવણીની માંગને આગળ વધારી શકે છે.

પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલનુ કહેવુ છે કે કેન્દ્ર સરકાર પર જીએસટીના 4400 કરોડ રૂપિયા બાકી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના વેતન પર 1800 કરોડ રૂપિયા ખર્ચ થાય છે જેના કારણે રાજ્યને આ સ્થિતિમાં ચલાવવુ મુશ્કેલ થઈ રહ્યુ છે માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક પ્રભાવથી બાકી ચૂકવણી જીએસટીની રકમ ચૂકવવી જોઈએ.

PM મોદીએ શેર કર્યો વરસાદમાં ગુજરાતના સૂર્ય મંદિરની સુંદરતાનો નઝારો દર્શાવતો VideoPM મોદીએ શેર કર્યો વરસાદમાં ગુજરાતના સૂર્ય મંદિરની સુંદરતાનો નઝારો દર્શાવતો Video

English summary
Sonia Gandhi to hold virtual meeting with congress ruled state and counterparts on GST NEET JEE.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X