For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી 'ભારતની 'નવવધૂ' રાહુલ બને PM: લાલૂ પ્રસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 19 જાન્યુઆરી: આરજેડી ચીફ લાલૂ પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ખૂબ પ્રશંસા કરી હતી. લાલૂ પ્રસાદે સોનિયા 'ભારતની નવવધૂ' ગણાવી હતી. તેમને કહ્યું હતું કે સોનિયા ગાંધીએ 2004માં વડાપ્રધાન પદનો ત્યાગ કર્યો હતો. તેમને રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. લાલૂ પ્રસાદે પૂછ્યું હતું કે રાહુલ ગાંધીમાં શું ખોટું છે.

લાલૂ પ્રસાદે કહ્યું હતું કે 'હું ખુલાસો કરી શકતો નથી પણ મને ખબર છે કે લગભગ એક ડઝન જેટલા મંત્રીઓની નજર વડાપ્રધાનની ખુરશી પર છે. તેમને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ટોણો મારતાં કહ્યું હતું કે અહીં દીદીજી છે, તેમને પૂછો પીએમની ખુરશી અંગે શું વિચારે છે.

લાલૂ પ્રસાદે કહ્યું હતું કે 2014ની સામાન્ય ચુંટણીમાં કોઇપણ પાર્ટીને બહુમતી મળશે નહી, દેશના રાજકારણમાં બે જ ગઠબંધન રહેશે. એક સેક્યુલર અને બીજું સાંપ્રદાયિક. અમારી પાર્ટી સેક્યુલર ગઠબંધન સાથે રહેશે જેનું નેતૃત્વ સોનિયા ગાંધીના હાથમાં રહેશે. લાલૂ પ્રસાદે આમાગી ચુંટણીમાં ત્રીજા મોરચાની સંભાવનાઓને નકારી કાઢી હતી. તેમને કહ્યું હતું કે લડાઇ સેક્યુલર અને સાંપ્રદાયિકતા વચ્ચે છે.

lalu-prasad

લાલૂ પ્રસાદે ઝારખંડના વર્તમાન રાજકીત સંકટ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસનને અંતિમ વિકલ્પ તરીકે જોવો જોઇએ. તેમને કહ્યું હતું કે જેએમએમ અને કોંગ્રેસ તરફથી સરકર બનાવવા માટે કોઇ પહેલ કરવામાં આવી શકે છે તો અમે વિચાર કરી શકીએ છીએ. લાલૂ પ્રસાદે રાજ્યપાલને પણ સરકાર બનાવવાના વિકલ્પો પર વિચાર કરવાનો આગ્રહ કર્યો.

આરજેડી ચીફ લાલૂ પ્રસાદે મહિલા સુરક્ષા અને બળાત્કારની વધતી જતી ઘટનાઓ પર કહ્યું હતું કે બળાત્કારીઓને ફાંસી આપવા માટે અમે સમર્થન કરીએ છીએ. તેમને કહ્યું હતું કે અરબ દેશોની જેમ કડક કાયદો બનાવવાની જરૂર છે. લાલૂ પ્રસાદે કહ્યું હતું કે ત્યાં આવા કેસમાં ખુલ્લેઆમ પત્થર મારીને ગુનેગારોની હત્યા કરવામાં આવે છે. તો આપણે આમ કેમ ન કરી શકીએ.

English summary
RJD chief Lalu Prasad on Friday said the future alliance would be bipolar in nature secular and communal and ruled out chances of a third front in the Lok Sabha elections in 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X