ઉત્તરાખંડ કરૂણાંતિકા બાદ પ્રથમ નજરે પડ્યા કોંગ્રેસના 'રાજકુમાર'

નવી દિલ્હી, 25 જૂન: ઉત્તરાખંડમાં કુદરતી આફત બાદ પીડિતોની મદદ કરવા માટે જ્યાં દેશના બધા રાજકીય પક્ષો આગળ આવી રહ્યાં છે, તો બીજી તરફ સંકટ સમયે ગરીબો અને પીડિતોના મદદગાર કહેવાતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હજુસુધી ગાયબ હતા, પરંતુ આજે તે ત્રાસદી બાદ પ્રથમ વખત સામે આવ્યાં છે. સોમવારે કોંગ્રેસે રાહત સામગ્રીઓથી ભરેલા 25 ટ્રક દિલ્હીથી ઉત્તરાખંડના પીડિતો માટે રવાના કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આજે ઉત્તરાખંડની મુલાકાતે જઇ શકે છે.

rahul-close-up-600

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં આવેલી પ્રાકૃતિક આપત્તિમાં હજારો જિંદગીના દિપક બુજાઇ ગયા, જ્યારે હજારો ગુમ છે. સેના રાહત કાર્યમાં જોડાયેલી છે. પરંતુ હજુ સુધી હજારો લોકો પહાડોમાં ફસાયેલા છે. કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ લોકોની આર્થિક મદદ કરવા માટે આગળ આવી છે. આ દરમિયાન રાહુલ ગાંધી પર આંગળી ચિંધવામાં આવી છે કે જ્યાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે દેશ-વિદેશનો પ્રવાસ કરતાં ફરે છે, તે આ મુશ્કેલ ઘડીમાં ક્યાં સંતાઇને બેઠા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X