ઉત્તરરાખંડ: કોંગ્રેસની રાહત સામગ્રીમાં સોનિયા-રાહુલના પોસ્ટરો

sonia gandhi
નવી દિલ્હી, 3 જુલાઇ : ઉત્તરાખંડમાં આવેલી ભયાનક કૂદરતી આપત્તીમાં હજારો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા તો હજારો લોકોએ પોતાના સંબંધીઓ ગુમાવ્યા. આ વિપદામાં લોકોના જીવ ગયા હોવા છતા દેશની રાજકીય પાર્ટીઓ તેમની પર રાજનીતિ ખેલી રહી છે.

દરેક રાજનૈતિક પાર્ટીઓ ઉત્તરાખંડને લોકસભા ચૂંટણીમાં વિજયની એક સીડી સમાન જુએ છે. આ મામલામાં કોંગ્રેસે તો પોતાની બધી મર્યાદાઓ વટાવી દીધી છે. પાર્ટી તરફથી ઉત્તરાખંડના પૂરપીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીના પેકેટ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

એક બાજું ઉત્તરાખંડમાં ઘણી આપદાના દુ:ખમાં ડૂબાયેલું છે, જ્યારે સંવેદનહીનતાની હદ પાર કરી નાખનાર નેતા એક બીજા પર કિચડ ઉછાળવામાં લાગેલા છે. સંકટના સમયે રાહત માટે ઉત્તરાખંડ આવ્યા લગભગ 150 ટ્રકોની સામગ્રી પ્રચારનું પણ કાર્ય કરી રહી છે.

શ્રીનગર બેસ કૈંપથી દરરોજ આ કૂદરતી આફત પ્રભાવિત વિસ્તારને મોકલવા આવી રહેલી રાહત સામગ્રીના પેકેટમાં ભારતીય યુવા કોંગ્રેસના પેમ્પલેટ નાખવામાં આવી રહ્યા છે. પેમ્પલેટ પર સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને રાહુલ ગાંધી તસવીરો પણ લગાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X