For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંવાદ બેઠક: સોનિયા ગાંધીએ યાદ કરાવ્યા જૂના વાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-gandhi-speaking
સુરજકુંડ, 9 નવેમ્બર: હરિયાણાના સુરજકુંડમાં પાર્ટીની સંવાદ બેઠકમાં શુક્રવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પાર્ટી અને સરકાર વચ્ચે સંતુલન જરૂરી છે. જે સરકારમાં છે તેમને 2009ના ઘોષણાપત્રમાં કરવામાં આવેલા તે વાયદોને પુરા કરવા માટે સખત મહેનત કરવી જોઇએ જે વાયદાઓ પુરા થયા નથી. આપણા વિરોધીઓ કોઇપણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા માંગે છે. તેમનો લોભ લોકતંત્ર અને ધર્મનિરપેક્ષ મૂલ્યોને નબળો પાડશે.

સોનિયા ગાંધીએ સ્વિકાર્યું છે કે આર્થિક મંદીના કારણે સરકારને કેટલાક એવા નિર્ણયો કરવા પડ્યા છે જેથી સામાન્ય માણસને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. માટે સરકાર ઘોષણા પત્રના બધા વાયદોને પુરા કર્યા છે. આપણે લોકોની મજબૂરી સમજવી પડશે. સરકારના કેટલાક નિર્ણયોથી સામાન્ય માણસને પરેશાની થઇ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકાર મહેસુસ કરી છે કે પાર્ટીના લોકો તેમની મજબૂરીઓને સમજે. ક્યારેક ક્યારેક એવા અવસરો આવ્યા છે કે અમારે પાર્ટી અને સરકાર બંનેની જવાબદારીના નિર્વાહમાં સંતુલન બેસાડવાની જરૂરત મહેસુસ કરે છે. મંત્રીઓએ નક્કી કરવું જોઇએ કે પાર્ટી કાર્યકર્તાઓની વાત સાંભાળે અને તેમની ચિંતાઓ પર ધ્યાન આપે.

તેમને વિપક્ષ પર નિશાન સાંધતાં કહ્યું હતું કે તે ફ્ક્ત રાજકીય અને નૈતિક સ્તર પર ભ્રમ ફેલાવવા માંગે છે. માટે જરૂરી છે કે પાર્ટી સ્તર પર કાર્યકર્તાઓની વાતો મંત્રીઓ જરૂરથી સાંભળે.

ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીની રણનિતી નક્કી કરવાના પ્રયત્ન હેઠળ કોંગ્રેસનું નેતૃત્વ આ સંવાદ બેઠકમાં નક્કી કરાશે. આ દરમિયાન રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પાર્ટી પડકારોનો સામનો કરી રહી છે તેવા સમયે આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

યૂપીએના બીજા કાર્યકાળમાં સતત ગોટાળા સામે આવ્યા છે અને તેમના મહત્વપૂર્ણ ઘટક દળ તૃણમૂલ કોંગ્રેસ દ્રારા છેડો ફાડ્યા બાદ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી સહિત પાર્ટીના ઉજ્જવળ ભવિષ્ય માટે રણનિતી કરવામાં આવશે.

English summary
Sonia Gandhi on Friday asked the UPA government led by Prime Minister Manmohan Singh to strive hard to fulfil unfulfilled promises in the 2009 manifesto.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X