For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે કહ્યું શું સોનિયા તેમનું નિવેદન પાછું લેશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-gandhi
નવી દિલ્હી, 26 નવેમ્બર: લોક લેખા સમિતિ (પીએસી)ના અધ્યક્ષ મુરલી મનોહર જોશી વિરૂદ્ધ કેગના પૂર્વ અધિકારી આર.પી. સિંહના નિવેદનથી પાછી પાની કર્યા બાદ ભાજપે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે પોતાનું નિવેદન પાછું ખેંચવાની માંગણી કરી હતી. સોનિયા ગાંધીએ તેમના નિવેદનમાં વિપક્ષી પાર્ટી પર નિશાન તાક્યું હતું.

ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે સંસદ ભવન પરિસરમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે આર.પી સિંહના નિવેદનને ધ્યાનમાં રાખતાં ભાજપ જાણવા માંગે છે કે શું સોનિયા ગાંધી પોતાનું નિવેદન પાચું ખેંચશે. સોનિયા ગાંધીએ તેમના એક નિવેદનમાં ભાજપની ટીકા કરી હતી. તેમને કહ્યું હતું કે મુખ્ય મુદ્દો 2જી સ્ટ્રેક્ટમ લાયસન્સની ફાળવણીમાં થયેલા ભષ્ટ્રાચારનો છે જેને હાઇકોર્ટે રદ કરી દિધો છે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે આ નિંદાપાત્ર છે કે કોંગ્રેસ અધ્યક્ષે ભાજપની મંશા પર સવાલ ઉભો કર્યો છે અને તે પણ એક પૂર્વ અધિકારીને લઇને કરવામાં આવેલા નિવેદન પર. અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભાજપ ઉઘાડી પડી ગઇ છે. સરકારે જોશી પાસે તેમની કથિત ભૂમિકા પર જવાબ માંગ્યો છે.

English summary
BJP Monday asked Congress president Sonia Gandhi to retract her statement in which she had attacked the main Opposition party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X