સોનુ નિગમની ઊંઘ ખરાબ થાય છે મસ્જિદના અઝાનથી! કર્યું ટ્વિટ

Posted By:
Subscribe to Oneindia News

એક વાર ફરી ભારતના લોકપ્રિય ગાયલ સોનુ નિગમ ખોટી રીતે ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. આ વખતે તેમની ચર્ચાનું કારણ બન્યું છે તેમના દ્વારા કરવામાં આવેલું ટ્વિટ. ટ્વિટમાં સોનુંએ લખ્યું છે કે ભગવાન બધાનું ભલું કરે. હું મુસ્લિમ નથી પણ મારે સવારે અઝાન સાંભળીને ઉઠી જવું પડે છે. ક્યારે ભારતમાં આ બળજબરીપૂર્વકની ધાર્મિકતાનો અંત આવશે? જો કે આ તો ખાલી શરૂઆત હતી. આ પછી સોનું નિગમે એક પછી એક બીજા ત્રણ ટ્વિટ કર્યા તો સામે પક્ષે લોકો પણ સોનું પર ચઢી ગયા.

Read also: સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું ઉદ્ઘાટન

જો કે સોનુંની આ ટ્વિટથી સોશ્યલ મીડિાયા પર એક ટ્વિટર વોર શરૂ થઇ ગયો છે. નોંધનીય છે કે સોનુએ ખાલી મસ્જિદનો જ નહીં તમામ ધર્મો દ્વારા ઇલેક્ટ્રેસિટી અને લાઉડસ્પીકરના ઉપયોગને વખોડ્યો છે. અને તેને આ તમામને ગુંડાગર્દી ગણાવી છે. જો કે સોશ્યલ મીડિયા પર આ માટે કરીને એક તરફ કેટલાક લોકો દ્વારા સોનુંને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે ત્યાં જ મોટા ભાગના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે શું છે આ આખો મામલો વિગવાર જાણો અહીં. સાથે જ જાણો સોનુંએ અન્ય ટ્વિટમાં શું કહ્યું છે?

સોનુંની ઊંઘ બગડી!

જાણીતા પ્લેબેક ગાયક સોનુ નિગમે એક ટ્વિટ કરીને જણાવ્યું કે મસ્જિદની અઝાનથી સવાર સવારમાં તેની ઊંઘ બગડે છે. વળી તેણે એમ પણ કહ્યું કે તે પોતે મુસ્લિમ નથી તો પછી કેમ તેને અઝાન સાંભળીને પોતાની ઊંઘ બગાડવી. આ કેટલી યોગ્ય છે?

ઇસ્લામ પર ટિપ્પણી?

એટલું જ નહીં તેમણે તેમની બીજી ટ્વિટમાં કહ્યું કે મોહમ્મદ સાહેબ દ્વારા જ્યારે ઇસ્લામની શરૂઆત કરવામાં આવી ત્યારે તો ઇલેક્ટ્રિસીટી પણ નહતી. તો એડિસર દ્વારા સર્જાયેલી આ શોધના કારણે મારે કેમ કર્કશોચ્ચાર સાંભળવો પડે?

મંદિર અને ગુરુદ્વારા પર ટ્વિટ

બસ આ બે ટ્વિટ અને સોશ્યલ મીડિયામાં એક યુદ્ધ છેડાઇ ગયું. ત્યાં જ સોનુંએ એક ત્રીજુ ટ્વિટ કર્યું અને જણાવ્યું કે હું મંદિર અને ગુરુદ્વારામાં પણ ઇલેક્ટ્રિસિટીના થઇ રહેલા ઉપયોગનો વિરોધી છું. જેના દ્વારા અન્ય ધર્મમાં લોકોની ઊંઘ બગડે છે.

સોશ્યલ મીડિયા

જો કે સોનુની આ ટ્વિટ પછી જાણે કે વિવાદે વંટોળનું સ્વરૂપ લઇ લીધુ હોય તેમ સોશ્યલ મીડિયા પર ટ્વિટનો ખડકલો થઇ ગયો. તે પછી સોનુએ તમામને ગુંડાગર્દી જણાવ્યું. નોંધનીય છે કે આવું પહેલી વાર નથી કે સોનું વિવાદમાં ફસડાયા હોય. આ પહેલા જોધપુરથી મુંબઇની એક ફ્લાઇટમાં સોનુંએ ગીત ગાતા વિવાદ વકર્યો હતો. બે એરહોસ્ટેસના કહેવા પછી સોનુએ ગીત ગાયુ હતું અને તે વીડિયો વાયરલ થતા વિવાદ વધ્યો હતો.

English summary
Sonu Nigam has angered several of his fans and followers with an insensitive tweet on Monday morning. The singer complained of ‘forced religiousness’ on being woken up to the sound of azaan even though he is not a Muslim.
Please Wait while comments are loading...