For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ઈનકમ ટેક્સની રેડ અને સર્વે વચ્ચે શું છે તફાવત? સોનૂ સૂદ મામલે ન થાય કન્ફ્યુઝન

આવકવેરા વિભાગની રેડ અને સર્વેમાં ઘણો તફાવત હોય છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના વાયરસ સંકટમાં ગરીબ, જરુરિયાતમંદ લોકોની મદદ કરીને તેમની મસીહા બનનાર બૉલિવુડ અભિનેતા સોનૂ સદને હાલમાં આવકવેરા વિભાગના સવાલોનો જવાબ આપવો પડી રહ્યો છે. વાસ્તવમાં, બુધવારે સોનૂ સૂદના મુંબઈ સ્થિત 6 સ્થળોએ આવકવેરાની ટીમોએ સર્વે કર્યો. જો કે, ઘણા લોકોએ ઈનકમ ટેક્સની આ કાર્યવાહીને સોનૂ સૂદ રેડ(છાપો) સમજી લીધી જે ખોટુ છે. આવકવેરા વિભાગની રેડ અને સર્વેમાં ઘણો તફાવત હોય છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સોનૂ સૂદ પર આઈટીના સર્વે પર લોકોનુ રિએક્શન

સોનૂ સૂદ પર આઈટીના સર્વે પર લોકોનુ રિએક્શન

સૌથી પહેલા એ જાણી લઈએ કે ગરીબોના મદદગાર અભિનેતા સોનૂ સૂદ પર ઈનકમ ટેક્સના સર્વે પર લોકોનુ મંતવ્ય શું છે. દિલ્લીની સત્તારુઢ આમ આદમી પાર્ટી(આપ)એ આને રાજકીય એક્શનનુ રિએક્શન ગણાવ્યુ છે. પાર્ટીનુ કહેવુ છે કે સોનૂ સૂદ પર આ એક્શન આપના મેન્ટર બનવાના કારણે કરવામાં આવી છે. વળી, અમુક લોકોએ આરોપ લગાવ્યો છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે ન જોડાવાના કારણે સોનૂ સૂદને આ દિવસ જોવો પડી રહ્યો છે. ઘણાએ તો સીધા ભાજપ પર આરોપ લગાવ્યા છે.

રેડથી કઈ રીતે અલગ છે સર્વે

રેડથી કઈ રીતે અલગ છે સર્વે

આવકવેરા વિભાગની રેડ અને સર્વે વચ્ચે શું ફરક હોય છે તે જાણીએ. આ રીતે સોનૂ સૂદ પર કરવામાં આવેલ સર્વે, ઈનકમ ટેક્સની રેડથી અલગ છે. સામાન્ય રીતેલોકોને ઈનકમ સંબંધિ રેડને લઈને વધુ ડર હોય છે. જો કે ચિંતાની વાત માત્ર રેડ જ નથી પરંતુ સર્વે પણ હોય છે. આવકવેરા વિભાગ દ્વારા કરાતો સર્વો 133એ આઈટી એક્ટ હેઠળ આવે છે. આઈટી સર્વે માત્ર વ્યવસાય અને વ્યવસાયના સ્થળોએ જ કરવામાં આવે છે.

શું હોય છે આવકવેરા વિભાગનો સર્વે?

શું હોય છે આવકવેરા વિભાગનો સર્વે?

સર્વે અને રેડમાં સૌથી મોટો ફરક એ જ હોય છે કે સર્વેક્ષણ કોઈના પણ નિવાસસ્થાન(ઘર) પર કરવામાં નથી આવતો જ્યારે રેડ દરેક જગ્યાએ પાડી શકાય છે. આઈટી સર્વે માત્ર વર્કિંગ ડે અને કાર્યના કલાકો દરમિયાન જ થઈ શકે છે પરંતુ રેડ વર્કિંગ ટાઈમ બાદ પણ ચાલુ રહી શકે છે. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓ પાસે સામાન જપ્ત કરવાની શક્તિ નથી હોતી. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિના અંગત ડેટાનુ સર્ચ કરવામાં નથી આવતી. વળી, સર્ચ દરમિયાન સ્થાનિક પોલિસ અધિકારીઓની મદદ પણ નથી લઈ શકાતી. સર્વેમાં વ્યક્તિનો ઈનકમ સોર્સ, ખર્ચ અને રોકડ, દસ્તાવેજોનુ નિરીક્ષણ અને સૂચિની ખરાઈ કરવામાં આવે છે.

શું છે ઈનકમ ટેક્સ રેડ?

શું છે ઈનકમ ટેક્સ રેડ?

આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા કરાતી રેડ વ્યક્તિના અંગત નિવાસ,, કાર્યાલય તેમજ અન્ય સ્થળો પર કરવામાં આવી શકે છે. દિવસ નીકળવા સાથે ગમે ત્યારે રેડ પાડી શકાય છે અને પ્રક્રિયા પૂરી થવા સુધી ચાલુ રહી શકે છે. આ પ્રક્રિયાને આઈટીની કલમ હેઠળ પરિભાષિત કરવામાં આવી છે. આઈટી અધિકારીઓ પાસે સામાન જપ્ત કરવાની શક્તિ હોય છે. ત્યાં સુધી કે પરિસરના પ્રત્યેક વ્યક્તિની વ્યક્તિગત રીતે સર્ચ કરી શકાય છે. કાર્યવાહી દરમિયાન પોલિસની મદદ પણ લેવામાં આવી શકે છે.

English summary
Sonu Sood had income tax raid or survey? clear your confusion, Know the difference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X