For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના હેવાનોની સુરક્ષા પર રોજ ખર્ચ થઈ રહ્યા છે 50 હજાર રૂપિયા

તિહાર જેલ પ્રશાસન નિર્ભયાના ચારે ગુનેગારો પર જેલ પ્રશાસન રોજ લગભગ 50 હજાર રૂપિયા ખર્ચ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા કેસમાં દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જારી ડેથ વોરન્ટ મુજબ આગામી 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે દિલ્લીની તિહાર જેલ નંબર-3માં ચારે દોષિતોને ફાંસી આપવાની છે. આના માટે જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુનાગારોને ફાંસી પર લટકાવવા માટે 30 જાન્યુઆરીના રોજ જલ્લાદ પવન મેરઠથી આવી રહ્યા છે. ચારે ગુનેગારો પર જેલ પ્રશાસન રોજ લગભગ 50 હજાર રૂપિયા ખર્ચ કરી રહ્યુ છે. આ ખર્ચ એ દિવસથી શરૂ થઈ ગયો હતો જે દિવસથી કોર્ટે તેમને ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ.

પળેપળ પહેરો કરે છે 32 ગાર્ડ...

પળેપળ પહેરો કરે છે 32 ગાર્ડ...

વાસ્તવમાં આ ખર્ચો ગુનેગારોની સુરક્ષા પર થઈ રહ્યો છે, 32 સિક્યોરિટી ગાર્ડ અને ફાંસી આપવા માટે કરવામાં આવી રહેલા અન્ય ઘણા કામોમાં આ પૈસા ખર્ચ થઈ રહ્યા છે. સિક્યોરિટી ગાર્ડની દર બે કલાકમાં શિફ્ટ બદલવામાં આવે છે જેથી સુરક્ષા ગાર્ડ સંપૂર્ણપણે એક્ટિવ થઈને કામ કરે.

જેલ નંબર -3

જેલ નંબર -3

ચારે હેવાનોને તિહાર જેલ નંબર 3માં અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે અને દરેક દોષીના સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત છે, આ બધાનુ સીસીટીવી કેમેરાથી પણ નીરિક્ષણ કરવામાં આવી રહ્યુ છે. સમાચાર એવા પણ છે કે ફાંસી પર ચઢવા જઈ રહેલા નિર્ભયાના ગુનેગારોને ગરુડ પુરાણ સંભળાવવાની તૈયારી થઈ રહી છે. જેલ સુધારક પ્રદીપ રઘુનંદને આના માટે મહાનિર્દેશક તિહાર જેલમાંથી મંજૂરી માંગી છે. તેમને મૌખિક રીતે આશ્વાસન મળી પણ ગયુ છે પરંતુ તે લેખિત મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. તે આવુ દોષિતોને મૃત્યુના માનસિક ભયથી મુક્તિ અને આત્માની શુદ્ધિ માટે કરવા ઈચ્છે છે.

એક દોષિતનુ થઈ ચૂક્યુ છે મોત

એક દોષિતનુ થઈ ચૂક્યુ છે મોત

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ કેસમાં છ દોષિતોમાંથી એકનુ જેલમાં જ મોત થઈ ચૂક્યુ છે જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલમાંથી બહાર આવી ચૂક્યો છે. 16 ડિસેમ્બર 2012ની રાતે બનેલી આ હેવાનિયત ભરેલી ઘટનાથી દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. જટિલ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે આ કેસ પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ કોર્ટે બળાત્કારના આરોપીને કરી દીધો મુક્ત, જાણો કારણઆ પણ વાંચોઃ કોર્ટે બળાત્કારના આરોપીને કરી દીધો મુક્ત, જાણો કારણ

English summary
Sources said 50 thousand rupees spent everyday on Nirbhaya Gang Rape Case convicts in tihar jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X