For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપાનું વિવાદીત નિવેદન, 'માત્ર મુસ્લિમ યુવતીઓ જ છે અમારી દિકરી'

|
Google Oneindia Gujarati News

mulayamsingh yadav
લખનઉ, 8 માર્ચ: આને રાજકારણ કહેવું કે સરકારનું એકતરફી વલણ કે ઉત્તર પ્રદેશની સપા સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે મુસ્લિમ યુવતીયોની જેમ નિર્ધન હિન્દુ યુવતીઓને અનુદાન આપવાની કોઇ યોજના નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકાર 'અમારી દીકરી તેની આવતીકાલ' યોજના અંતર્ગત મુસ્લિમ યુવતીઓને ત્રીસ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ શિક્ષણ માટે આપે છે. સમજા કલ્યાણમંત્રી અવધેશ પ્રસાદે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના રઘુનંદન ભદોરિયાના પ્રશ્ન પર લેખિત જવાબમાં કહેવાયું છે કે મુસ્લિમ યુવતીઓની જેમ નિર્ધન હિન્દુ કે અન્ય વર્ગની યુવતીઓને લાભ આપવાની કોઇ યોજના નથી.

અવધેશ પ્રસાદે જણાવ્યું કે અનુસૂચિત જાતિ જનજાતિ સામાન્ય વર્ગ અને અન્ય પછાત વર્ગના ગરીબ પરિવારના છાત્ર-છાત્રાઓને ફિસ પૂરી પાડવાની યોજના ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે અનુસુચિત જાતિ, જનજાતિ અને સામાન્ય વર્ગમાં ગરીબ યુવતીઓના લગ્ન માટે પણ દસ હજાર રૂપિયા આપે છે. ખાસ વાત એ છે કે સપા સરકારે આ નિર્ણય શા માટે કર્યો.

આ સવાલ પર રાજનૈતિક પ્રતિક્રિયાઓ ઝડપી થઇ ગઇ છે. વિપક્ષનું કહેવું છે કે સ્ટાઇપેન્ડ અને અન્ય નાણાકીય લાભ આપવાના નામે સપા વોટ બેંકનું ગણિત કરી રહી છે. તેઓ મુસ્લિમ વોટરોને આકર્ષિત કરવા માટેના સંભવિત પ્રયાસો કરી રહી છે. નોંધનીય છે કે હાલમાં યુપીમાં પરિસ્થિતિ સપા સરકાર વિરુદ્ધની છે. મુસ્લીમ વર્ગે સ્પષ્ટપણે સપા સરકારને નકારી કાઢી છે.

English summary
Samajwadi Party said that only Muslim girls are our daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X