For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ધીમે બોલીને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકી શકાય છે? જાણો શું કહે છે રિસર્ચ

ધીમેથી બોલવાથી આપણે કોરોનાના સંક્રમણના જોખમને ઘટાડવામાં મદદ કરી શકીએ છીએ. આવો જાણીએ કેવી રીતે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીથી બચવા માટે અત્યાર સુધી ઘણા સંશોધન કરવામાં આવી ચૂક્યા છે. આ ચેપી સંક્રમણથી બચવા માટે શોધકર્તાઓએ નવી શોધ કરી છે. તેમનો દાવો છે કે ધીમેથી બોલવાથી આપણે કોરોનાના સંક્રમણના જોખમને ઘટાડવામાં મદદ કરી શકીએ છીએ. આવો જાણીએ કેવી રીતે? આ સંશોધન કેલિફૉર્નિયા વિશ્વવિદ્યાલય, ડેવિસના છ શોધકર્તાઓએ કરી છે. તેમણે પોતાના અધ્યયનમાં જાણ્યુ કે વધુ જોખમવાળા સ્થળો જેવા કે હોસ્પિટલ અને રેસ્ટોરાંમાં આપણે ધીમેથી બોલીને કોરોના વાયરસના સંક્રમણના જોખમને ઘટાડવામાં મદદ કરી શકીએ છીએ. આવા સ્થળો પર ધીમે બોલીને બિમારીના પ્રસારને ઘટાડી શકાય છે. એટલે કે આવા સ્થળો પર ધીમે બોલવાથી સંક્રમણના પ્રસારના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

હોસ્પિટલ, રેસ્ટોરાંમાં શાંતિ જાળવવી જોઈએ

હોસ્પિટલ, રેસ્ટોરાંમાં શાંતિ જાળવવી જોઈએ

કેલિફૉર્નિયા વિશ્વવિદ્યાલય, ડેવિસના છ શોધકર્તાઓએ લખ્યુ છે કોરોના વાયરસા સંક્રમણના ફેલાવા પર લગામ લગાવવાના પ્રયાસોમાં સરેરાશ અવાજમાં વાત કરવાથી 6 ડેસીબલની કમીના એક રૂમના વેંટીલેશનને બમણો કરવાનો સમાન પ્રભાવ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ બુધવારે આ અધ્યયન પર આધારિત એક પેપર પબ્લિશ કર્યુ. જેના પરિણામે સાર્વજનિક આરોગ્ય અધિકારીઓને જણાવવામાં આવ્યુ કે વધુ જોખમવાળા ઈનડોર વાતાવરણ, જેવા કે હોસ્પિટલના વેઈટિંગ રૂમ કે ડાઈનિંગ સુવિધાઓવાળી જગ્યાઓમાં શાંતિ જાળવવાની વ્યવસ્થા પર કામ કરવુ જોઈએ.

આખી વિધાનસભા ઠહાકાથી ગુંજવા લાગી

આખી વિધાનસભા ઠહાકાથી ગુંજવા લાગી

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર વિપિન સિંહ પરમારે ગયા મંગળવારે જ્યારે કહ્યુ કે, 'જોરથી બોલવાથી પણ કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાય છે અને ધારાસભ્યોએ કોવિડ-19ના પ્રોટોકૉલનુ પાલન કરવુ જોઈએ. ખાસ કરીને વિધાનસભા સત્ર દરમિયાન તેમણે જોરથી બોલવાથી બચવુ જોઈએ. જેના પર સૌએ તેમની મજાક ઉડાવી હતી. વિપિન સિહં પરમારે જ્યારે કહ્યુ કે એસઓપી મુજબ જોરથી બોલવાથી પણ સંક્રમણ ફેલાય છે. માટે આપણે કોરોના વાયરસનુ સંક્રમણ રોકવા માટે ધીમે બોલવુ જોઈએ.' ત્યારબાદ આખી વિધાનસભા ઠહાકાથી ગુંજવા લાગી. શોધકર્તાઓની આ શોધ સાબિત કરી ચૂકી છે કે જોરથી બોલવાથી કોરોના સંક્રમણ ફેલાવાનુ જોખમ વધી જાય છે.

રેસ્ટોરાં કે ફિટનેસ ક્લાસમાં સંક્રમણનુ જોખમ વધી જાય

રેસ્ટોરાં કે ફિટનેસ ક્લાસમાં સંક્રમણનુ જોખમ વધી જાય

વિશ્વ આરોગ્ય સંગઠને એરોસોલ ટ્રાન્સમિશન એટલે કે હવાના માધ્યમથી સંક્રમણની સંભાવનાનો સ્વીકાર કરવા માટે જુલાઈમાં પોતાની ગાઈડલાઈન બદલી દીધી. તેમણે જણાવ્યુ કે ગીત ગાવાના તેજ અભ્યાસ દરમિયાન કે રેસ્ટોરાં કે ફિટનેસ ક્લાસમાં સંક્રમણનુ જોખમ વધી જાય છે. શોધકર્તા વિલિયમ રિસ્ટેનપાર્ટે કહ્યુ કે જોરથી વાત કરવાથી લગભગ 35 ડેસિબલનો વધારો થઈ જાય છે. જે કોરોનાના કણના ઉત્સર્જન દરને 50 ગણુ વધારી દે છે. વળી, સામાન્ય વાતચીત 10 ડેસીબલ રેન્જથી ઉપર છે જ્યારે રેસ્ટોરાંમાં શોરબકોર દરમિયાન આ લગભગ 70 રહે છે. બધા ઈનડોર વાતાવરણ એરોસોલ ટ્રાન્સમિશન જોખમના સંદર્ભમાં સમાન નથી.

મધ્ય પ્રદેશઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરશે PM મોદીમધ્ય પ્રદેશઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરશે PM મોદી

English summary
Speak softly and scatter fewer coronavirus particles, Know the research detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X