For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વિમાનમાં પ્રજ્ઞા ઠાકુર પર ભડક્યા પ્રવાસીઓ, બોલ્યા- 'શરમ નથી આવતી'

Video: વિમાનમાં પ્રજ્ઞા ઠાકુર પર ભડક્યા પ્રવાસીઓ, બોલ્યા- 'શરમ નથી આવતી'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના ભોપાલથી સાંસદ સાધ્વી પ્રા સિંહ ઠાકુરે ફરી એકવાર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીથી ભોપાલ જઈ રહેલ ફ્લાઈટમાં પસંદગીની સીટ ના મળતાં પ્રજ્ઞા ઠાકુરની યાત્રિઓ તથા ક્રૂ મેમ્બર્સ સાથે બબાલ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

યાત્રીઓ સાથે લડાઈ

યાત્રીઓ સાથે લડાઈ

વીડિયોમાં જોવા મળી શકે છે કે એક યાત્રી ભાજપના સાંસદને કહી રહ્યો છે કે તમે આવું વર્તન કરો છો, તમને શરમ આવવી જોઈએ. પ્રજ્ઞા ઠાકુર સ્વાઈસજેટની ફ્લાઈટમાં હતી ત્યારે સીટને લઈ તેની ક્રૂ મેમ્બર સાથે બબાલ થઈ ગઈ. તે સીટની માંગણીને લઈ વિમાનમાં જ ધરના પર બેસી ગઈ. યાત્રિઓએ પ્રજ્ઞાના વ્યવહારની માત્ર નિંદા જ ન કરી બલકે તેને ખરીખોટી સંભળાવી દીધી. યાત્રીઓએ કહી દીધું કે તમારા કારણે 5 યાત્રી પરેશાન થઈ રહ્યા છે.

વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા પર ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક મહિલા કહી રહી છે કે 'તમે ફેસલો કરો, તમારું મેનેજમેન્ટ કોણ છે? અહીં કોઈના ટાઈમની કિંમત પણ નથી કે પ્રોફેશ્નાલિઝ્મ પણ નથી.' જેના પર સાધ્વી પ્રજ્ઞા જવાબ આપતા કહે છે કે, 'આનાપર મેં સવારે જ બોલી દીધું હતું કે તમારી રૂલબુક મને દેખાડો, મને ઠીક લાગશે તો બેસીશ નહિ લાગે તો ચાલી જઈશ.'

યાત્રીઓએ શું કહ્યું

યાત્રીઓએ શું કહ્યું

ત્યારે વિમાનમાં હાજર એક યાત્રી પ્રજ્ઞા ઠાકરને બોલે છે 'તમે જનતાના પ્રતિનિધિ છો, તમારું કામ તો અમને પરેશાન કરવાનું નથી હોતું. તમે જનતાને જ પરેશાની આપી રહ્યાં છે. તમારા કારણે 50 લોકો પરેશાન થયા તે વાતની તમને શરમ નથી આવતી. બિલકુલ, શરમ બહુ સારો શબ્દ છે.' આ દરમિયાન પ્રજ્ઞા યાત્રીને કહે છે કે યોગ્ય ભાષાનો ઉપયોગ કરે.

પ્રજ્ઞા શું બોલી?

પ્રજ્ઞા શું બોલી?

તે કહે છે કે મારી સવિધા નથી, કંઈ તો કારણ હશે. 'મારો ફર્સ્ટ ક્લાસનો અધિકાર છે.' જણાવી દઈએ કે ગત દિવસોમાં જ સ્પાઈસજેટની ફ્લાઈટમાં સીટને લઈ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો ક્રૂ મેમ્બર સાથે વિવાદ થઈ ગયો હતો. સાધ્વી સૌથી આગળની એટલે કે ઈમરજન્સી સીટ પર બેસવા માંગતી હતી, કેમ કે તે વ્હીલ ચેર પર એરપોર્ટ પહોંચી હતી, પરંતુ તેને ઈમરજન્સી સીટ ના મળતાં તે જીદ કરવા લાગી. ત્યારે જ સાધ્વીએ વિમાનના ક્રૂ મેમ્બર્સ પર દુર્વ્યવહારનો આરોપ પણ લગાવ્યો હતો.

ઝારખંડ રિઝલ્ટઃ AAPએ 26 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા, NOTAથી ઓછા વોટ મળ્યાઝારખંડ રિઝલ્ટઃ AAPએ 26 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા, NOTAથી ઓછા વોટ મળ્યા

English summary
SpiceJet passenger argued with Bharatiya Janata Party MP Pragya Thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X