• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેલ મંત્રીએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવીને પાળ્યુ મૌન, ભાન થયા બાદ માફી માંગી

|
Google Oneindia Gujarati News

ઝારખંડના રમત મંત્રી હાફિઝુલ હસન અન્સારીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને જીવતાની સાથે જ શ્રદ્ધાંજલિ આપી હતી. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક સભાને સંબોધિત કરી રહ્યા છે અને મનમોહન સિંહને મૃત માનીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વીડિયોમાં અન્સારી મનમોહન સિંહને મૃત કહીને તેમના સન્માનમાં એક મિનિટનું મૌન જાળવવાની વાત પણ કરી રહ્યા છે. જો કે, એક દિવસ બાદ તેણે એક વીડિયો જાહેર કર્યો અને આ સંદર્ભે માફી માંગી હતી.

ઝારખંડના રમત મંત્રી હસન અન્સારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંત્રી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મૃત કહીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે, અંસારીએ શુક્રવારના રોજ દેવઘરમાં પટવાબાદના ધમણા ફાટક પાસે APJ ડો. અબ્દુલ કલામ ચોકનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકોને સંબોધતા સમયે મંત્રીએ ફેક ન્યૂઝના આધારે મનમોહન સિંહને મૃત માનીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Manmohan Singh

આ વીડિયોમાં હસન અન્સારી કહી રહ્યા છે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું આજે નિધન થયું છે. તેઓ દેશના વિકાસ યોગદાનમાં 50 ટકા ફાળો છે. મોદીજીએ દેશને 50 વર્ષ પાછળ લઈ ગયા છે. જે કારણે આજે આપણે તેમના માટે એક મિનિટનું મૌન પાળીશું.

આ વીડિયો વાયરલ થયા બાદ મંત્રી પર લોકોએ કટાક્ષ અને ટીકા કરી છે. જે બાદ હકીકતનું ભાન થયા બાદ મંત્રી અન્સારીએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, "હું દિલથી માફી માંગુ છું. આ સાથે જ મનમોહનસિંહને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા આપું છું. સોશિયલ મીડિયા પર ખોટી માહિતીના કારણે આવું થયું હતું.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન સિંહને ડેન્ગ્યુના કારણે દિલ્હીની AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતું તેમના નિધન અંગે સોશિયલ મીડિયમાં શનિવારના રોજ અફવા ફેલાઇ હતી કે, વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થયું છે.

માંડવિયા પરિવારની ઈચ્છા વિરૂદ્ધ ફોટોગ્રાફર સાથે આવ્યાનો મનમોહન સિંહની પુત્રીનો આરોપ

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને બુધવારથી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહની હાલત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાનની હાલત પૂછવા એઈમ્સ ગયા હતા. તેમની મુલાકાત હવે વિવાદોમાં ઘેરાઈ છે. મનસુખ માંડવિયાની મુલાકાતની તસવીરો સામે આવી હતી. જે બાદ લોકોએ પૂર્વ પીએમની ગોપનીયતાને લઈને મનસુખ માંડવિયાને નિશાન બનાવ્યા હતા. પરંતુ હવે આ કેસમાં મનમોહન સિંહની પુત્રીએ મોટો આરોપ લગાવ્યો છે.

મનમોહન સિંહની હાલતમાં થઈ રહ્યો છે સુધારો, એઈમ્સના અધિકારીઓએ આપી માહિતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના જલ્દી ઠીક થવાની કામના કરી હતી. વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમના ખબર પૂછવા માટે હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમના સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ મનમોહન સિંહને મળવા ગયા હતા. એઈમ્સમાં મનમોહન સિંહનો ઈલાજ કાર્ડયોલૉજી વિભાગમાં ચાલી રહ્યો છે અને આ વિભાગના હેડ ડૉક્ટર નીતિશ નાયકની ટીમ પૂર્વ પ્રધાનમંત્રીનો ઈલાજ કરી રહી છે.

આ વર્ષે એપ્રિલમાં પણ એઈમ્સમાં ભરતી થયા હતા

મનમોહન સિંહ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મનમોહન સિંહને આ વર્ષે એપ્રિલમાં એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ વખતે તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. બાદમાં તપાસ બાદ તેમને જલ્દી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીએ ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હતા.

રાહુલ ગાંધીએ એઈમ્સ પહોંચી પૂર્વ પીએમ મનમોહન સિંહના ખબર અંતર પુછ્યા

ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. તાવ પછી નબળાઈની ફરિયાદ બાદ પૂર્વ પીએમ બુધવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. AIIMS હોસ્પિટલના એક ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે. બીજી બાજુ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા અને મનમોહન સિંહની તબિયત અંગે પૂછપરછ કરી હતી.

English summary
Jharkhand Sports Minister Hafizul Hasan Ansari called on former Prime Minister Dr. Tributes were paid to Manmohan Singh while he was alive. A video of him going viral, in which he is addressing a rally and paying tribute to Manmohan Singh as dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X