સ્પૉટ ફિક્સિંગ: 'શ્રીસંતની ભૂલથી કરાઇ છે ધરપકડ'

શ્રીસંતના વકીલ દિપક પ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું કે 'શ્રીસંતને ભૂલથી અથવા ગેરસમજમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસને કાં તો ખોટી જાણકારી મળી છે કાંતો તેમને શ્રીસંતની ભૂલથી ધરપકડ કરી લીધી છે.
શ્રીસંત સાથે રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓ, અંકિત ચૌહાણ તથા અજીત ચંદેલાની આઇપીએલ-6માં સ્પૉટ ફિક્સિંગના આરોપમાં બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય ખેલાડીઓની સાથે-સાથે 11 સટોડિયાઓ પર છેતરપિંડી તથા આપરાધિક કાવતરાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે પુછપરછ દરમિયાન અંકિત ચૌહાણે સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં સંડોવણી હોવાની વાત સ્વિકારી લીધી છે. જો કે પ્રકાશે કહ્યું છે કે 'સ્વિકારોક્તિનો કોઇ અર્થ નથી'.
દિપક પ્રકાશે કહ્યું હતું કે 'ગમે તે હોય, શ્રીસંતે ગુનો સ્વિકાર્યો નથી. ભલે તેમનું નામ વિવાદોમાં સામેલ હોય, પરંતુ શ્રીસંતને લઇને કોઇ મામલો નથી. તે આ બધાથી અલગ છે. શ્રીસંતના વકીલના જણાવ્યા અનુસાર 'શ્રીસંત સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છે અને તેમને પોતે નિર્દોષ હોવાનું વિવરણ આપી દિધું છે.
દિપક પ્રકાશે શ્રીસંત દ્વારા સટોડિયાઓના ઇશારે રૂમાલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ નકારી કાઢ્યો છે અને કહ્યું હતું કે ગરમીને મોટાભાગના ખેલાડીઓ રૂમાલનો ઉપયોગ કરે છે.












Click it and Unblock the Notifications
