Sridevi : અનિલ અંબાણીના વિમાનથી મુંબઇ આવશે શ્રીનો પાર્થિવદેહ

દુબઇમાં શ્રીદેવીના પાર્થિવ દેહને ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ખાસ વિમાનમાં દુબઇથી મુંબઇ લાવવામાં આવશે.અને આજે સાંજ સુધીમાં તેનો પાર્થિવ દેહ મુંબઇ લાવવામાં આવશે. વધુ વાંચો અહીં.

બોલીવૂડની મહિલા સુપરસ્ટાર શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. રવિવારે વહેલી સવારે દુબઇમાં શ્રીદેવીનું હાર્ટ અટેકથી મોત થયું છે. હવે જાણવા મળ્યું છે કે તેમના પાર્થિવ દેહને ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ખાસ વિમાનમાં દુબઇથી મુંબઇ લાવવામાં આવશે. સુત્રો મુજબ રિલાયન્સ એરપોર્ડ એન્ડ ટ્રાવેલ લિમિટેડના 13 સીટોના પ્રાઇવેટ વિમાન એમ્બ્રાએર-135 બીજે રવિવારે જ દુબઇ પહોંચી ગયું હતું. આ વિમાનને ભારતીય સમય મુજબ રવિવારે 1:30 PM મુંબઇ જવા માટે રવાના કરી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે દુબઇમાં ઔપચારિકાના કારણો હેઠળ શ્રીદેવીનું પાર્થિવ શરીર હજી પણ ભારત નથી પહોંચી શક્યું. જો કે શ્રીદેવીના પાર્થિવ શરીરનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે.

sridevi

અને વિદેશ મંત્રાલય દ્વારા પણ આ માટે શ્રીદેવીના પરિવાર અને ત્યાંની સરકાર સાથે ખાસ વાતચીત કરીને આ તમામ વિધિ ઝડપી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે મોટા ભાગની ફોર્માલીટી પતી ગઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. તે પછી શ્રીદેવીના પરિવારને તેમનું મૃતશરીર સોંપવામાં આવશે અને આજે તેમનું પાર્થિવ શરીર મુંબઇ પણ પહોંચી જશે. ખલીઝ ટાઇમ્સમાં પણ શ્રીદેવીના નિધન પછી પહેલા પાને આ અંગે સમાચાર આપવામાં આવ્યા હતા. અને જાણકારી આપવામાં આવી હતી કે પોસ્ટમાર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે તેમના અંતિમ સંસ્કારની વાતો ચર્ચાતી હતી. પણ હવે સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ અહીં આવશે તેમ મનાય છે. તમામ ઔપચારિકતા પૂર્ણ થયા પછી તેમના શબને તેમના પરિવારને સોંપવામાં આવશે. અને મુંબઇમાં જ તેમનો અંતિમ સંસ્કાર થશે.

ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ અનિલ કપૂરના ઘરે પણ લોકોનો ઉમટી રહ્યા છે. બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ તેમના ઘરે આવી રહી છે. શ્રીદેવીના ફેન્સ પણ તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1956માં તમિલનાડુના શિવકાસીમાં થયો હતો. ખૂબ નાની ઉંમરે તેમણે એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ચાર વર્ષની ઉંમરે શ્રીદેવીએ 1967માં એક તમિલ ફિલ્મ મુરુગામાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી 1975માં બોલીવૂડ ફિલ્મ જૂલીમાં પણ તેણે ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X