For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેના માટે કલંક છે મેજર ગોગોઈ, 6 મહિનાની સીનિયોરિટીની સાથે પેન્શનમાં પણ કટૌતી

ભારતીય સેના માટે કલંક છે મેજર ગોગોઈ, 6 મહિનાની સીનિયોરિટીની સાથે પેન્શનમાં પણ કટૌતી

|
Google Oneindia Gujarati News

જમ્મુ અને કાશ્મીરઃ વર્ષ 2017માં માનવ ઢાલ વિવાદને લઈ ચર્ચામાં આવેલ મેજર લીતુલ ગોગોઈએ વરિષ્ઠતામાં કટૌતીનો સામનો કરવો પડશે. સાથે જ તેને કાશ્મીર ઘાટીથી બહાર પણ મોકલવામાં આવશે, કેમ કે સેના મુખ્યલયે સ્થાનીય યુવતી સાથે મિત્રતા કરવાના મામલે કાર્યવાહીની પુષ્ટિ કરી દીધી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટ માર્શલમાં ગોગોઈ અને તેના ચાલક સમીર મલ્લાને નિર્દેશો વિપરીત એક સ્થાનિય યુવતી સાથે મિત્રતા કરવાના અને ઓપરેશન દરમિયાન પોતાના ડ્યૂટી ક્ષેત્રથી દૂર હોવાનો દોષિત સાબિત થયો હતો.

indian army

અધિકારીઓએ જણાવ્યું કે સેના મુખ્યાલયે કોર્ટ માર્શનલની પ્રક્રિયાની પુષ્ટિ કરી છે જે બાદ ગોગોઈને કાશ્મીર ઘાટીથી બહાર મોકલવાનો ફેસલો લેવામાં આવ્યો છે. અંતિમ આદેશ હાલમાં જ પ્રાપ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં મેજર ગોગોઈ અને તેના ચાલક વિરુદ્ધ સમરી ઑફ એવીડેન્સ પૂરા થયા બાદ કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ થઈ હતી. સૈન્ય અદાલતે બંને આરોપીઓ તથા સાક્ષીઓના નિવેદન નોંધ્યાં હતાં.

મેજર ગોગોઈ અને તેના ચાલકને પોલીસે ગત વર્ષે 23 મેના રોજ ત્યારે પકડ્યો હતા જ્યારે તેનો હોટલ સ્ટાફ સાથે વિવાદ થયો હતો. ગોગોઈ કથિત રીતે 18 વર્ષીય એક યુવતી સાથે હોટલમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યો હતો. આ વાતેન લઈ હોટલના કર્મચારીઓનો તેની સાથે ઝઘડો થયો હતો. યુવતીએ કોર્ટ માર્શલની પ્રક્રિયા દરમિયાન જુબાની આપવાની અનિચ્છા દર્શાવી હતી. તેણે સેનાના અધિકારીઓને સૂચિત કર્યા હતા કે તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું તથા તેને જ અંતિમ નિવેદન માનવામાં આવે. તે મેજર ગોગોઈની સાથે પોતાની મરજીથી ગઈ હતી. તેણે કહ્યું હતું કે તે સેના અધિકારીના ઉબૈદ અરમાન નામથી બનેલ તેમના ડમી ફેસબુક પ્રોફાઈલ દ્વારા તેમની મિત્રતા બની હતી.

સેના પ્રમુખે આકરી સજાની વાત કહી હતી

પાછલા વર્ષે થયેલ આ ઘટનાના તુરંત બાદ સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે જો મેજર ગોગોઈ કોઈ અપરાધના દોષિત સાબિત થાય છે તો તેમને આકરી સજા આપવામાં આવશે. સેનાના કોઈ અધિકારી કોઈપણ પ્રકારના અપરાધના દોષિત સાબિત થાય છે તો તેમને શક્ય તેવી બધી જ આકરી કાર્યવાહી કરશે.

આ પણ વાંચો- એક એવું ગામ જ્યાં લોકોએ સ્વતંત્રતા પછી મતદાન નથી કર્યું

English summary
Srinagar hotel incident: Major Leetul Gogoi’s seniority reduced, to be posted out of Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X