શ્રીનગરના ગ્રેનેડ હુમલાાં બેના મોત, 23 ઘાયલ

આતંકીઓએ એક વાર ફરીથી ઘાટીમાં મોટા હુમલાની કોશિશ કરી છે.

શ્રીનગરઃ આતંકીઓએ એક વાર ફરીથી ઘાટીમાં મોટા હુમલાની કોશિશ કરી છે. રવિવારે આતંકીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો કર્યો જેમાં બે લોકોના માર્યા ગયાના સમાચાર છે. આ હુમલો શ્રીનગરના અમૃતા કદાલ માર્કેટમાં હરિ સિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં થયો. માહિતી મુજબ આ હુમલામાં 23 લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટના અહીં લાગેલા એક સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. શ્રીનગરના પોલિસ અધિકારીએ જણાવ્યુ કે હુમલામાં 23 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

armi

ઘટના બાદ આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે અને આ હુમલાના દોષિઓને પકડવાની કોશિશ કરવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ હુમલામાં 71 વર્ષના મોહમ્મદ અસલમ મખદૂમીનુ મોત થઈ ગયુ છે. સીસીટીવીના જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે હુમલાખોર જવાનોની ગાડી પાસે ગ્રેનેડ ફેંકી રહ્યો છે ત્યારબાદ વિસ્તારમાં અફડા-તફડી મચી જાય છે. જો કે, હજુ સુધી આ હુમલાની કોઈ જવાબદારી લીધી નથી. સુરક્ષાબળ હુમલાખોરની શોધમાં સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે.

જે સમયે આ હુમલો થયો એ વખતે વિસ્તારમાં ઘણી ભીડ હતી જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ આ હુમલાને એ વખતે અંજામ આપ્યો જ્યારે જવાન આતંકીઓ સામે કાર્યવાહી કરી રહ્યા હતા. છેલ્લા અમુક સમયમાં આતંકીઓ તરફથી સુરક્ષાબળો પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. વળી, સુરક્ષા એજન્સીઓનુ કહેવુ છે કે આ હુમલો આતંકીઓ સામે ચલાવવામાં આવી રહેલ ઑપરેશનના ગુસ્સાનુ પરિણામ છે. સેન્ટ્રલ કાશ્મીર રેંજના ડીઆઈજી સુજીત કુમારે જણાવ્યુ કે આ સુરક્ષામાં ચૂકનો કેસ નથી કારણકે એક પોલિસકર્માી પણ આમાં ઘાયલ થયો છે. વ્યસ્ત જગ્યાએ હુમલો રોકવા માટે પગલા લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X