ધર્મગુરૂ બુરહાનુદ્દીનના અંતિમ દર્શનમાં નાસભાગ, 18ના મોત
મુંબઇ, 18 જાન્યુઆરી: મુંબઇમાં નાસભાગમાં 18 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 60થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ ભીડ ધર્મગુરૂ ડૉ. બુરહાનુદ્દીનના અંતિમ દર્શન માટે ભીડ જામી હતી. આ ભીડમાં રાત્રે લગભગ સવા 3 વાગે મચી હતી. 102 વર્ષની ઉંમરે બુરહાનુદ્દીનનું ગઇકાલે અવસાન પામ્યા હતા. બુરહાનદ્દીન વોહરા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમના અંતિમ દર્શન માટે રાતે 50 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા અને પોલીસ આ ભીડને કાબૂમાં કરી શકી ન હતી.
આ કિસ્સો માલાબાર હિલ્સ વિસ્તારનો છે. આજે બપોરે ધર્મગુરૂ બુરહાનુદ્દીનની અંતિમ યાત્રા નિકળવાની છે તેને લઇને પોલીસ સામે મોટો પડકાર છે. મળતી માહિતી મુજબ ભારે ભીડના લીધે નાસભાગની સ્થિતી સર્જાઇ હતી અને શનિવારે રાત્રે ત્રણ વાગે નાસભાગ મચી હતી. બીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર 18 લોકોના મોત નિપજ્યાં છે.
ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. નાસભાગ બાદ પોલીસે ડૉ. બુરહાનુદ્દીનના ઘરની આસપાસ ગાડીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દિધો છે. ડૉ. બુરહાનુદ્દીન દાઉદી વોહરા સમાજના 52મા ધર્મગુરૂ હતા. તેમના અવસાન બાદ દુનિયાભરના વોહરા સમાજમાં માતમ છવાઇ ગયો છે.