મુંબઇમાં 22 લોકોની મોત પછી NDRFની ટીમ બોલાવાઇ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇના પરેલ એલફિંસ્ટન રેલ્વે બ્રિઝ પર અફવાઓના કારણે થયેલી ભાગદોડમાં 22 લોકોની મોત અને 27 લોકોની ઇજાગ્રસ્ત થયા હોવાની વાત જાણવા મળી છે. નોંધનીય છે કે આ ઘટના સવારે 9:30 થઇ હતી. મુંબઇમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. જે કારણે ફૂટ બ્રિઝ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ કોઇએ તેવી અફવા ફેલાવી કે સ્ટેશન રોડનો શેડ પડી રહ્યો છે. જેના કારણે બ્રિઝ પર નાસભાગ થઇ. અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા અને કેટલાકની નીચે ચકદાઇ જવાના કારણે મોત પણ થઇ છે.

mumbai

નોંધનીય છે કે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાના કારણે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારે અચાનક જ લોકો ભાગવા લાગતા આ ઘટના થઇ છે. જેમાં કેટલાક લોકો પુલથી પડવાના કારણે મર્યા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ત્યાં ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને નજીકના ઇએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકોની સંખ્યા વધે તેવી સંભાવના છે.

mumbai

જો કે બીજી તરફ 22 લોકોની મોત થતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા બચાવ કાર્યને તેજીથી પુરુ કરવા માટે એનડીઆરએફની ટીમ પણ બોલવવામાં આવી છે. અને પોલીસ, સ્થાનિક લોકો અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લોકોની સહાય કરી રહ્યા છે. જો કે એક નાનકડી અફવાથી તહેવારના સમયે આટલી મોટી સંખ્યામાં લોકોની મોત  થવાથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તેણે પ્રશાસન અને બ્રિઝ પર બેસતા હોકર્સનો આ મોત માટે વાંક નીકાળ્યો છે. ત્યારે જાણો લોકોએ શું કહ્યું આ મામલે...

English summary
Stampede at Elphinstone railway stations foot over bridge in Mumbai

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.