For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી વિધાનસભામાં જબરદસ્ત હોબાળો, રાજ્યપાલ પર ફેંકાયા કાગળો

|
Google Oneindia Gujarati News

લખનઉ, 14 ફેબ્રુઆરી: મહાકુંભ દરમિયાન અલ્હાબાદ રેલવે સ્ટેશન પર સર્જાયેલી કરુણાંતિકા પર આજે યુપી વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો. યુપી વિધાનસભાના આ સત્રની શરૂઆત આજથી જ થઇ છે અને શરુઆતમાં જ વિપક્ષે જોરદાર હંગામો મચાવ્યો છે.

કાનૂન વ્યવસ્તાની સામે નારેબાજી કરતા બીએસપી વિધાયક બેનર લઇને બેંચ પર ચઢી ગયા. જ્યારે કેટલાક વિધાયકોએ રાજ્યપાલ બી.એલ જોશી પર કાગળો પણ ફેંક્યા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી.

assembly up
બીએસપી વિધાયકોનું કહેવું હતું કે જ્યારે મહાકુંભ માટે આટલા મોટા બજેટનો ખર્ચ કરવામાં આવ્યો તો મહાકુંભમાં તેમ છતા મહાકુંભમાં આટલી મોટી ઘટના કેવી રીતે ઘટી ગઇ જેમાં 36 લોકોના મોત થઇ ગયા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે મોડી સાંજે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર ભારે ભીડ અને ટ્રેનની અવ્યવસ્થાના કારણે મચેલી ભાગદોડમાં 36 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જોકે આ ઘટના દ્વારા વિપક્ષને વિધાનસભામાં વિરોધ કરવાનો મુદ્દો મળી ગયો છે.

English summary
The opening day of the Budget Session of the Uttar Pradesh State Assembly on Thursday witnessed uproarious scenes when opposition MLAs led by the Bahujan Samaj Party (BSP) created a ruckus over the last week’s stampede at the Allahabad Railway Station that left at least 36 people dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X