ચાર રાજ્યોના ચૂંટણી પરિણામ, જાણો કોણે શું કહ્યું...
ગાંધીનગર, 8 ડિસેમ્બર: આજે દેશના ચાર રાજ્યોના વિધાનસભાના પરિણામ જાહેર થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવતું દેખાઇ રહ્યું છે, જ્યારે રાજસ્થાનમાં પણ ભાજપ કોંગ્રેસને સત્તામાં પાછી ફરી રહી છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે અણીનો ખેલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક રીતે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. દિલ્હીમાં પણ ભાજપ બહુમતી મેળવતું દેખાઇ રહ્યું છે. આ પરિણામ પરથી એવું કહી શકાય કે પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી 21 બેઠકો મેળવતી દેખાઇ રહી છે, ભલે તે સત્તામાં નથી આવી રહી પરંતુ જીત તો આપની જ કહેવાઇ રહી છે. વિરોધી પાર્ટીઓએ પણ અરવિંદ કેજરીવાલને માની ગયા અને તેમને અભિનંદન આપી રહ્યા છે.
અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીની ઐતિહાસિક સફળતા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે કેજરીવાલ બહુમતી મેળવીને સત્તામાં આવતા તો અમારો જે સંકલ્પ હતો તે પૂરો થઇ શકતો. પરંતુ હવે તેઓ અન્ય દળોની સરખામણીમાં એક સારા વિરોધપક્ષ તરીકેની ભૂમિકા નિભાવશે મને એ વિશ્વાસ છે. હું તેમની પાર્ટીને સમર્થન નથી કરતો, પરંતુ હું દેશવાસીઓને એ જ કહીશ કે ચરિત્રવાન નેતાઓને જ મત આપો.
આવો એક નઝર કરીએ કે પરિણામોને પગલે કોણે શું કહ્યું....

મુક્તાર અબ્બાસ નકવી
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી રહી છે. પરંતુ છત્તીસગઢમાં હજી છેલ્લા વોટની ગણતરી સુધી કહી શકાય નહીં. દિલ્હીમાં આપને આટલી બધી બેઠકો મેળવશે અમને એવી અપેક્ષા પણ ન્હોતી, હું કેજરીવાલજીને અભિનંદન પાઠવીશ તેમણે ઐતિહાસિક કામ કર્યું છે. આગળ જોઇએ કે શું થાય છે.

મનિષ સિસોદીયા
અમને આનંદ છે કે અમે આટલી બેઠકો પર આગળ છીએ, પરંતુ અમારી ઇચ્છા હતી કે અમે સત્તામાં આવીને લોકપાલ બિલ લાવીએ. પરંતુ કઇ વાંધો નહીં જોઇએ છીએ કે હજી આગળ શું થાય છે. જો બીજેપી સરકાર નહીં બનાવી શકે તો અમે વિપક્ષમાં બેસીને લોકોનું કામ કરીશું.

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. પરિણામ બાદ પહેલીબાર સામે આવેલા કેજરીવાલે જણાવ્યું કે 'આ મારી જીત નથી, દિલ્હી વિધાનસભાના લોકોની જીત છે. અને મને વિશ્વાસ છે કે દિલ્હી જીતશે, લોકો જીતશે, લોકતંત્ર જીતશે અને ભારત જીતશે.'
|
નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં આગળ ચાલતી ભાજપની પાર્ટીને શુભેચ્છા આપી છે.
|
નરેન્દ્ર મોદીએ વસુંધરા રાજેને આપી શુભેચ્છા
નરેન્દ્ર મોદીએ વસુંધરા રાજેને આપી શુભેચ્છા

વસુંધરા રાજે
રાજસ્થાનમાં મોદી ફેક્ટર કામ કરી ગયું છે. વસુંધરા રાજેએ કહ્યું છે કે, જે નિર્ણયો બહાર આવી રહ્યાં છે, તેમાં મોદી ફેક્ટરની અસર જોવા મળી રહી છે.

અશોક ગેહલોત
અશોક ગેહલોતે હારનો સ્વીકાર કરતા જણાવ્યું કે 'અમે અમારી પાર્ટી તરફથી સારો પ્રચાર કર્યો જ્યારે ભાજપે અમારો દુષ્પ્રચાર કર્યો, જેના કારણે અમારે હારનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં કેટલેંક અંગે કેન્દ્રની નીતિયો પણ જવાબદાર છે.'

અણ્ણા હઝારે
અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીની ઐતિહાસિક સફળતા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે કેજરીવાલ બહુમતી મેળવીને સત્તામાં આવતા તો અમારો જે સંકલ્પ હતો તે પૂરો થઇ શકતો. પરંતુ હવે તેઓ અન્ય દળોની સરખામણીમાં એક સારા વિરોધપક્ષ તરીકેની ભૂમિકા નિભાવશે મને એ વિશ્વાસ છે. હું તેમની પાર્ટીને સમર્થન નથી કરતો, પરંતુ હું દેશવાસીઓને એ જ કહીશ કે ચરિત્રવાન નેતાઓને જ મત આપો.

શકીલ અહેમદ
દિલ્હી કોંગ્રેસના પ્રભારી શકીલ અહેમદે જણાવ્યું કે તેમને અને તેમની પાર્ટીને આવા પરિણામોની અપેક્ષા ન્હોતી, તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા પર કોંગ્રેસ વિચાર કરશે.

નીતિન ગડકરી
અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તે કોંગ્રેસ વિરોધી આવ્યા છે, દિલ્હીમાં હજી પણ મને બહુમતી પ્રાપ્ત કરી લઇશું. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે 4-0થી વિજય મેળવીશું.

ડો. હર્ષર્ધન
'સરકાર રચવાના એક પખવાડીયાની અંદર જ તાત્કાલિક મહત્વના મુદ્દાઓ તથા મહિલા સુરક્ષા માટે કાર્યબળનું ગઠન કરવામાં આવશે. 15 વર્ષથી સત્તામાં રહેલી કોંગ્રેસ સરકાર સમસ્યાઓનું સમાધાન કરવામાં નિષ્ફળ રહી છે. બીજા નંબર ચાલી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ કરતા કોંગ્રેસના વોટો પર વધારે કબજો જમાવ્યો છે.'

સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ પરિણામ આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું કે 'ચાર રાજ્યોના જે ચૂંટણી પરિણામ આવ્યા છે, તેનાથી અમે દુ:ખી છીએ. અમારાથી ક્યાં ઊણપર રહી ગઇ છે તેનું અમે નીરિક્ષણ કરીશું.'

રાહુલ ગાંધી
ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તે અમારા માટે લોકોનો એક સંદેશા સમાન છે. અને અમે લોકોના સંદેશાને દિમાગથી નહીં પરંતુ દિલથી પણ સાંભળ્યો છે. અમે જે કર્યું છે અમે તેના કરતા પણ વધારે સારુ કરી શકતા હતા. કોંગ્રેસમાં લોકોની અપેક્ષાઓને પૂરી કરવાની ક્ષમતા છે. શીલાજીએ ખૂબ જ દિલ્હીમાં ખૂબ જ મહેનત કરી છે પરંતુ ખૂંચ ક્યા રહી ગઇ તે સમજની બહાર છે.

રાજનાથ સિંહ
દિલ્હી ખાતે પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે 'મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને જે બહુમતી મળી રહી છે તેના માટે હું ત્યાંની જનતાનો આભારી છું. તેમજ આ જીત લોકોની અને કાર્યકરોને આભારી છે.' રાજનાથ સિંહે જણાવ્યું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં ભાજપને બહુમતી મળી છે તેના માટે વસુંધરા રાજે, શિવરાજ સિંહ, રમન સિંહ અને ડો. હર્ષવર્ધનની તો અસર છે જ પરંતુ અમારા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રીયતાની પણ અસર છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
