For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમખાણો કરતા અને ભડકાવનારાઓ પર સખત કાર્યવાહી કરે રાજ્ય: મનમોહન સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે સાંપ્રદાયિક હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે સરકાર એનો ખ્યાલ રાખશે કે તેના દોષીઓને સજા મળે. દિલ્હીમાં રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકના ઉદઘાટનમાં વડાપ્રધાને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં થયેલા રમખાણના પગલે આ બેઠકનું આગવું મહત્વ છે. મુઝફ્ફરનગરમાં સાત સપ્ટેમ્બરના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં 48 લોકોના મોત થયા હતા.

વડાપ્રધાને જણાવ્યું કે મુઝફ્ફરનગર હિંસામાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન અમે કાશ્મીર અને અસમમાં પણ સાંપ્રદાયિક હિંસા જોઇ છે. તેમણે જણાવ્યું કે સરકારને હિંસાને પડકારવા માટે દરેક સંભવ પગલા ઉઠાવવાની જરૂરીયાત છે.

manmohan singh
વડાપ્રધાન મનમોહન સિંહની આગેવાનીમાં દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠક શરૂ થઇ ગઇ છે, વડાપ્રધાને જણાવ્યું કે સાંપ્રદાયિક તણાવના મામલામાં કોઇ પણ બેજવાબદારી સાખી લેવામાં આવશે નહીં. તેમણે એ વાત પર ભાર મૂકીને જણાવ્યું કે ક્યારેક-ક્યારેક રાષ્ટ્રવિરોધી તાકતો સાંપ્રદાયિક તણાવને ભડકાવવામાં સફળ થઇ જાય છે એવી પરિસ્થિતિ સામે આપણે લડવાની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે કોઇપણ હોય પરંતુ તેને સજા મળવી જ જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન્હોતી. બીજેપી શાસિત રાજ્યોનો કોઇપણ મુખ્યમંત્રી આ બેઠકમાં ભાગ નથી લેવાના.

English summary
Parties should refrain from taking political mileage from communal violence: Prime Minister Manmohan Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X