For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાકમાં ભગવાન રામ અને હનુમાનના 4200 વર્ષ જૂના ભીંતચિત્રો મળવાનો દાવો

થોડા દિવસો પૂર્વે ભારતીય પ્રતિનિધિ મંડળ ઈરાકના પ્રવાસે ગયુ હતુ જ્યાં તેને અમુક એવા ભીંતચિત્રો જોવા મળ્યા છે કે જે ચર્ચાનો વિષય બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

થોડા દિવસો પૂર્વે ભારતીય પ્રતિનિધિ મંડળ ઈરાકના પ્રવાસે ગયુ હતુ જ્યાં તેને અમુક એવા ભીંતચિત્રો જોવા મળ્યા છે કે જે ચર્ચાનો વિષય બની ગયા છે. પ્રતિનિધિ મંડળનો દાવો છે કે તેમને ભગવાન રામની છબીનું ભીંતચિત્ર જોવા મળ્યુ છે. અયોધ્યા શોધ સંસ્થાએ પણ દાવો કર્યો છે કે આ ભીંતચિત્ર ભગવાન રામની છબી છે કે જે દરબંદ-ઈ-બેલુલા ચટ્ટાનમાં બનેલી છે. આ વિસ્તાર ઈરાકના હોરેન શેખાનમાં આવે છે. અહીં એક પત્થર ઉઘાડા શરીરવાળા રાજાને દર્શાવાયા છે જેમના હાથમાં ધનુષ અને તીર છે. આ ઉપરાંત તેમની પાસે એક તરકશ અને કમરમાં પટ્ટામાં એક ખંજર પણ જોવા મળ્યુ છે.

lord rama

પ્રતિનિધિ મંડળે કર્યો હતો પ્રવાસ

એટલુ જ નહિ આ ભીંતચિત્ર પર બનેલા રાજાની હથેળીઓ પર એક છબી પણ જોવા મળે છે જેના વિષે અયોધ્યા શોધ સંસ્થાના નિર્દેશક યોગેન્દર પ્રતાપ સિંહનું કહેવુ છે કે આ ભગવાન હનુમાનની છબી છે. વળી, આ ભીંતચિત્ર વિશે ઈરાકનું કહેવુ છે કે આ છબી પહાડી જનજાતિના પ્રમુખ ટાર્ડુની છે. તમને જણાવી દઈએ કે ઈરાકમાં ભારતીય રાજદૂત પ્રદીપ સિંહ રાજપુરોહિતની આગેવાનીમાં ભારતનું એક પ્રતિનિધિ મંડળ અહીં ગયુ હતુ. આના માટે સંસ્કૃતિ વિભાગ અંતર્ગત આવતા અયોધ્યા શોધ સંસ્થાને અનુરોધ કર્યો હતો ત્યારબાદ તેમને અહીં જવાની અનુમતિ આપવામાં આવી હતી.

સિંધુ ખીણ અને મેસોપોટેમિયા સંસ્કૃતિ વચ્ચે સંબંધ

એબ્રિલ વાણિજ્ય દૂતાવાસના એક ભારતીય રાજનાયક, ચંદ્રમૌલી કર્ણ, સુલેમાનિયા વિશ્વ વિદ્યાલયના ઈતિહાસકાર અને કુર્દિસ્તાનના ઈરાકી રાજ્યપાલ પણ આ અભિયાનમાં શામેલ થવા માટે પહોંચ્યા હતા. આ આખી શોધ વિશે અયોધ્યા શોધ સંસ્થાના નિર્દેશક યોગેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવુ છે કે બેલુલાલ દર્રેમાં આ નિશાન ભગવાન રામનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને તે એ વાતની પુષ્ટિ કરે છે કે ભગવાન રામ માત્ર કહાનીઓમાં નથી. આ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ ભારત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓ વચ્ચે સંબંધને દર્શાવનાર પ્રમાણને પણ ભેગુ કર્યુ છે.

ઈરાકના ઈતિહાસકારોએ કર્યો ઈનકાર

જો કે એક તરફ જ્યાં ભારતના જાણકાર આ મૂર્તિને ભગવાન રામ અને હનુમાનની બતાવી રહ્યા છે તો વળી, બીજી તરફ ઈરાકના ઈતિહાસકારોનું મંતવ્ય આનાથી એકદમ અલગ જ છે. તેમનુ કહેવુ છે કે આ એક આદિવાસી જનજાતિના રાજાની છબી છે. ભારત તરફથી આ શોધ પર સંશોધનની અનુમતિ માંગવામાં આવી છે. અનુમતિ મળ્યા બાદ તમામ કડીઓને જોડવાની કોશિશ કરવામાં આવશે જેથી એ સાબિત થઈ શકે કે આ ભગવાન રામની છબી છે. વળી, યોગેન્દ્ર સિંહનુ કહેવુ છે કે સિંધુ ઘાટી અને મેસોપોટેમિયાની સભ્યતા વચ્ચે સંબંધ સ્થાપિત કરવા તરફ આ પહેલો અધિકૃત પ્રયાસ છે. યોગેન્દ્ર સિંહનું કહેવુ છે કે લોઅર મેસોપોટેમિયા પર 4500 અને 1900 ઈસા પૂર્વ વચ્ચે સુમેરિયાનું રાજ હતુ. એ વાતના પુરાવા છે કે આ લોકો ભારતથી આવ્યા હતા અને આનુવંશિક રીતે આ લોકો સિંધુ ઘાટની સભ્યતાથી જોડાયેલા હતા.

આ પણ વાંચોઃ Pics: તારક મહેતાની 'બબીતા' રિયલ લાઈફમાં ટપુને કરી રહી છે ડેટ, ફોટા જોઈને ચોંકી જશો!આ પણ વાંચોઃ Pics: તારક મહેતાની 'બબીતા' રિયલ લાઈફમાં ટપુને કરી રહી છે ડેટ, ફોટા જોઈને ચોંકી જશો!

English summary
Statue of Lord Ram Lakshman Hanuman found in Iraq cliff claims Ayodhya Sodh Sansthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X