For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ Statue Of Unity તૈયાર છે, જુઓ બીજા 6 ઉંચા સ્ટેચ્યુ

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ બનીને તૈયાર છે અને તેનું અનાવરણ પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ કરશે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ બનીને તૈયાર છે અને તેનું અનાવરણ પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ કરશે. ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું ઉદઘાટન તેમની જન્મ જયંતિ પર કરવામાં આવશે.

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ

આ મૂર્તિને દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ કહેવામાં આવી રહી છે જેની લંબાઈ 182 મીટર હશે. આ મૂર્તિ આગળ અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ નાનુ દેખાશે. જાણો એ 6 મૂર્તિઓ વિશે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ હવે લાગશે નાના.

આ પણ વાંચોઃ 2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદીઆ પણ વાંચોઃ 2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદી

ચીનનું Spring Temple Buddha સ્ટેચ્યુ

ચીનનું Spring Temple Buddha સ્ટેચ્યુ

હાલમાં દુનિયાના સૌથી ઉંચા સ્ટેચ્યુનો ખિતાબ ચીનના હેનાનમાં સ્થિત Spring Temple Buddha પાસે છે ગૌતમ બુદ્ધના આ સ્ટેચ્યુની ઉંચાઈ 128 મીટર છે. આ સ્ટેચ્યુનું નિર્માણ 1997 માં શરૂ થયુ હતુ અને વર્ષ 2008 માં પૂરુ થયુ. આ સ્ટેચ્યુને બનાવવામાં લગભગ 3,98,44,75,000 રૂપિયાનો ખર્ચ થયો હતો.

જાપાનનું Ushiku Daibutsu સ્ટેચ્યુ

જાપાનનું Ushiku Daibutsu સ્ટેચ્યુ

જાપાનના ઉશિકુમાં સ્થિત ગૌતમ બુદ્ધની મૂર્તિ Ushiku Daibutsu ઘણા સમય સુધી દુનિયાની સૌથી ઉંચી મૂર્ત હોવાનો ખિતાબ પોતાની પાસે રાખી ચૂકી છે. 120 મીટરની ઉંચાઈ ધરાવતી આ મૂર્તિનું નિર્માણ 1993 માં પૂરુ થયુ હતુ. વર્ષ 1993 થી 2002 સુધી તે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ હતી. આજે તે દુનિયાની ઉંચી મૂર્તિઓમાં શામેલ છે. આ મૂર્તિ બ્રોન્ઝથી બનાવવામાં આવી છે.

મ્યાનમારનું Laykyun Sekkya Buddha સ્ટેચ્યુ

મ્યાનમારનું Laykyun Sekkya Buddha સ્ટેચ્યુ

Laykyun Sekkya Buddha મ્યાનમાર (બર્મા) સ્થિત ગૌતમ બુદ્ધનું સ્ટેચ્યુ છે. તેની ઉંચાઈ 116 મીટર છે. તેનું નિર્માણમ 1996 માં શરૂ થઈને 2008 માં ખતમ થયુ હતુ.

રશિયાનું The Motherland Calls સ્ટેચ્યુ

રશિયાનું The Motherland Calls સ્ટેચ્યુ

રશિના વોલ્ગોગ્રાડમાં The Motherland Calls દુનિયાની સૌથી ઉંચી મૂર્તિઓમાંથી એક છે. આ સ્ટેચ્યુ એક મહિલાનું છે જેની ઉંચાઈ 85 મીટર છે. તે યુરોપનું સૌથી ઉંચુ, દુનિયામાં એક મહિલાનું સૌથી ઉંચુ અને સૌથી ઉંચુ ફ્રીસ્ટેન્ડીંગ નોન-રિલીજીયસ સ્ટેચ્યુ છે. વર્ષ 1967 માં તેને દુનિયાનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઘોષિત કરવામાં આવ્યુ હતુ.

અમેરિકાનું Statue Of Liberty સ્ટેચ્યુ

અમેરિકાનું Statue Of Liberty સ્ટેચ્યુ

દુનિયામાં સૌથી જાણીતુ અમેરિકાનું Statue Of Liberty ની ઉંચાઈ 46 મીટર છે. આ સ્ટેચ્યુ અમેરિકાના ન્યૂયોર્કમાં છે પરંતુ તેનું નિર્માણ અમેરિકામાં નહોતુ થયુ. આ સ્ટેચ્યુને ફ્રાંસે અમેરિકાને ભેટમાં આપ્યુ હતુ. તેને ફ્રેન્ચ મૂર્તિકાર Frédéric Auguste Bartholdi એ ડિઝાઈન કર્યુ હતુ અને Gustave Eiffel એ તેને બનાવ્યુ હતુ. 28 ઓક્ટોબર, 1886 ના રોજ તેને અમેરિકાને ગિફ્ટ કરવામાં આવ્યુ હતુ.

બ્રાઝિલનું Christ The Redeemer સ્ટેચ્યુ

બ્રાઝિલનું Christ The Redeemer સ્ટેચ્યુ

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સ્થિત જીજસ ક્રાઈસ્ટની Christ The Redeemer પ્રતિમા દુનિયાભરમાં જાણીતી છે. દૂર દૂરથી લોકો આ પ્રતિમા જોવા માટે અહીં આવે છે. આ પ્રતિમાની ઉંચાઈ 38 મીટર છે. તેનું નિર્માણ 1922 થી 1931 વચ્ચે કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદનઆ પણ વાંચોઃ દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદન

English summary
Statue Of Unity: Sardar Vallabhbhai Patel Statue In Gujarat Will Become The Tallest Statue In The World.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X