• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુઝફ્ફરનગર હિંસાનું સ્ટિંગઃ 'આઝમે કહ્યું હતું, જે થાય છે તે થવા દો'

By Super
|

લખનઉ, 18 સપ્ટેમ્બરઃ મુઝફ્ફરનગર સાંપ્રયાદિક હિંસા શાંત તો થઇ ગઇ, પરંતુ તેને લઇને હવે ચોંકવનારી વાતો બહાર આવી રહી છે. ભલે યુપી સરકાર હિંસા ભડકાવવાનો દોષ વિપક્ષી પાર્ટીઓ પર મુકી રહી હોય, પરંતુ એક સ્ટિંગમાં ખુલાસો થયો છે કે, સમાજવાદી પાર્ટીના નેતાઓના દબાણના કારણે જ સ્થિતિ વધુ વણસી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારમાં તેનાત રહેલા અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે, કવાલમાં થયેલી પ્રારંભિક હિંસા બાદ ડબલ મર્ડરના 7 આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ લખનઉમાં આઝમ--- નામના નેતાના ફોન બાદ એ લોકોને છોડી મુકવા પડ્યા હતા.

જે થઇ રહ્યું છે તે થવા દો

મુખ્યમંત્રી અખિલેશ યાદવના દાવાઓથી વિપરીત હિંસા દરમિયાન સત્તાધારી પાર્ટીના નેતાઓએ પોલીસના કામમાં અવરોધ ઉભા કર્યા અને અનેક મથકો પર પકડાયેલા સંદિગ્ધ લોકોને છોડાવવાનું કામ કર્યું. જે સમયે હિંસા ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે, સરકારે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને કામ કરવાની સંપૂર્ણ છૂટ આપી છે અને તેમના પર કોણ પણ પ્રકારનું દબાણ નથી. પરંતુ ન્યૂઝ ચેનલ આજ તક દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન થકી ખુલાસો થયો છે કે, ફુગાના પોલીસ મથક પર લખનઉથી આઝમ--- નામના નેતાએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, જે થઇ રહ્યું છે તે થવા દો.

આરોપીઓને છોડી દો

આરોપીઓને છોડી દો

આજ તકના સ્ટિંગ ઓપરેશનમાં જાનસઠના સર્કલ અધિકારી જે આર જોશીને એવું કહેતા કેમેરામાં દર્શાવવામાં આવ્યા છે, તેમના પર થયેલા દબાણના કારણે સાત-આઠ સંદિગ્ધ લોકોને છોડવા પડ્યા. જોશીએ જણાવ્યું કે, ઉપરથી નેતાએ કહ્યું કે, તેમની વિરુદ્ધ એફઆઇઆર કોઇએ કરાવી નથી, તેથી તેમને છોડી દો, જ્યારે સાક્ષીઓનું કહેવું હતું કે આ લોકો હિંસામાં સામેલ હતા. જાનસઠના એસડીએમ આરસી ત્રિપાઠીએ પણ રાજકીય દખલનો સ્વિકાર કરતા કહ્યું કે, નેતા રાજકીય લાભ માટે કંઇપણ કરી શકે છે.

હથિયાર કામ નહોતા કરી શકતા

હથિયાર કામ નહોતા કરી શકતા

ફુગાના પોલીસ મથકના સેકન્ડ ઓફિસર આરએસ ભગૌરે છૂપાયેલા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં એ સ્વિકાર કર્યો છે કે, આઝમ --- નામના નેતાએ ફોન પર કોઇ હસ્તક્ષેપ નહીં કરવા જણાવ્યું હતું. ભગૌરે એમ પણ કહ્યું કે, હિંસાકારીઓની સામે ફોર્સ ઓછી હતી, અનેક હથિયારો ઘટના સામયે કામ નહોતા કરતા, મોટા અધિકારીઓનો સંપર્ક નહોતો થઇ શકતો. ફુગાના સર્વાધિક હિંસા પ્રભાવિત વિસ્તારમાનું એક છે. અહીં 8 સપ્ટેમ્બરે 16 લોકોની હિંસા થઇ હતી.

તો ના થઇ હોત હિંસા

તો ના થઇ હોત હિંસા

એસએચઓ મીરાપુરે કહ્યું કે ડીએમ એને એસએસપીને સમાજવાદી પાર્ટીના નેતાએ હટાવ્યા, જ્યારે બન્ને સારું કામ કરી રહ્યાં હતા. એસએચઓ ભોપા સમરપાલે પણ આ વાત કરી, તેમણે કહ્યું કે, કવાલ કાંડ બાદ ડીએમ-એસએસપીની બદલી ખોટી કરવામાં આવી, જો તે ત્રણ ચાર દિવસ ત્યાં તેનાત હોત તો હિંસા થઇ ના હોત.

પોલીસ કર્મીઓ બન્યા ભોગ

પોલીસ કર્મીઓ બન્યા ભોગ

જે સમયે ન્યૂઝ ચેનલ પર સ્ટિંગ ઓપરેશન ટેલિકાસ્ટ થઇ રહ્યું હતું, એક એક કરીને અધિકારીઓને લાઇનમાં હાજર કરવામાં આવી રહ્યાં હતા. સૌથી પહેલા ફુગાનાના એસએચઓ આરએસ ભગૌરને બોલાવવામાં આવ્યા. આ સ્ટિંગ ઓપરેશનમાં એસએચઓ ભગૌર, સીઓ જોશી અને એસડીએમ ત્રિપાઠી ઉપરાંત, એસપી ક્રાઇમ કલ્પના સક્સેના, એસએચઓ ભોપા સમરપાલ સિંહ.

English summary
police officers of Uttar Pradesh explaining why and who ordered them to take their time in reacting to the horrific violence in Muzaffarnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more