For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાજીપુરઃ પીએમ મોદીની રેલી બાદ પોલીસ પર પથ્થરમારો, એક જવાનનું મોત

ગાજીપુરઃ પીએમ મોદીની રેલી બાદ પોલીસ પર પથ્થરમારો, એકનું મોત

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ પીએમ નરેન્દ્ર મોદીની રેલી બાદ ગાજીપુરમાં બબાલ થઈ. પહેલા અહેવાલ મળ્યા હતા કે રેલીથી પરત ફરી રહેલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુભાસપાના કાર્યકર્તાઓને બબાલ થઈ. જેમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી. સૂચના મુજબ આ બબાલને પોલીસે સાંત કરી લીધી પરંતુ બાદમાં નોનહરા પોલીસ સ્ટેશનના કઠવા મોડ પોલીસ ચોકી પાસે પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો હતો જેમાં કોન્સ્ટેબલ સુરેશ વત્સ શહીદ થયો.

મોદીએ રેલી યોજી

મોદીએ રેલી યોજી

જાણકારી મુજબ પીએમ મોદીની વીઆઈપી ડ્યૂટીથી પરત ફરી રહેલ પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો. નિષાદ સમાજના લોકો આરક્ષણની માગણીને લઈ ધરણા પર બેઠા હતા ત્યારે ઉગ્ર થયેલી ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કરીમુદ્દીન પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થયું. આ બબાલમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

શાસ્ત્રી ઘાટ પર કર્યું પ્રદર્શન

શાસ્ત્રી ઘાટ પર કર્યું પ્રદર્શન

જે સમયે પીએણ મોદી ગાજીપુર અને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કરોડોની ભેટ જનતાને સોંપી રહ્યા હતા તે સમયે એનડીએ ગઠબંધનમાં સામેલ અને સરકારમાં સહયોગીની ભૂમિકા વાળા ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના કાર્યકર્તા વારાણસીના શાસ્ત્રી ઘાટ પર પીએમ મોદી વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

આ કારણે થઈ બબાલ

આ કારણે થઈ બબાલ

આ નજારો વારાણસીના શાસ્ત્રીય ઘાટનો છે જ્યાં ધરણા પર બેઠેલા લોકો પોતાની સરકાર વિરુદ્ધ જ નારેબાજી કરી રહ્યા છે. શનિવારે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં આવવાના હોય ધરણા માટે પણ આ દિવસ જ પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના લોકોની માંગ છે કે પછાતના 27 ટકા આરક્ષણનું વિભાજન કરવામાં આવે અને તેમાં અન્ય જાતિના લોકને પણ જોડવામાં આવે.

ઓમપ્રકાશ રાજભરે સરકાર વિરુદ્ધ પહેલ શરૂ કરી

ઓમપ્રકાશ રાજભરે સરકાર વિરુદ્ધ પહેલ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે સુભાસપાના વિરોધ અને ધરણા પ્રદર્શન 24 ડિસેમ્બર યૂપીના 75 જિલ્લામાં પોતાની સરકારની નીતિઓ વિરુદ્ધ શરૂ થયું છે. જેની આગેવાની ખુદ સુભાસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યૂપીમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે કરી છે. આ જ શ્રેણીમાં શનિવારે વારાણસીમાં પણ પીએણના આગમનને પગલે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ઈડીએ કોર્ટમાં કહ્યુ - મિશેલે લીધુ મિસીઝ ગાંધીનું નામઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ઈડીએ કોર્ટમાં કહ્યુ - મિશેલે લીધુ મિસીઝ ગાંધીનું નામ

English summary
Stone pelting on policemen in Ghazipur after PM modi rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X