અજનાલા કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે-પંજાબ સરકાર
પંજાબ સરકારના રાજ્યમંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે, પંજાબના લોકો સીએમ ભગવંત માનમાં વિશ્વાસ રાખે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.
નવી દિલ્હી : પંજાબમાં ફરીથી એક વખત ઉગ્રવાદીઓ માથુ ઉચકતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં ખાલિસ્તાન સમર્થકો સક્રિય થયા છે અને તેનો પુરાવો આજે અજનાલામાં જોવા મળ્યો હતો. આ ઘટના બાદ હવે અજનલા કોર્ટે ખાલિસ્તાની સમર્થક લવપ્રીત સિંહ તુફાનને મુક્ત કરવા આદેશ આપ્યો છે.

આ મુદ્દે અમૃતસરના એસએસપી ગ્રામીણ સતીન્દર સિંહે કહ્યું કે, લવપ્રીત તુફાનને આજે મુક્ત કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા રજૂ કરાયેલા પુરાવા સાબિત કરે છે કે લવપ્રીત સિંહ ઘટનાસ્થળે હાજર નહોતા. આ કેસમાં આ લવપ્રીતની મુક્તિ પર ઉઠેલા સવાલને લઈને પંજાબના રાજ્ય મંત્રી કુલદીપ ધારીવાલે કહ્યું છે કે, આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકો સીએમ ભગવંત માન પર વિશ્વાસ રાખે.
અજનલાની ઘટના મુદ્દે પંજાબ સરકારના રાજ્યમંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે, પંજાબના લોકો સીએમ ભગવંત માનમાં વિશ્વાસ રાખે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે, હું પંજાબ પોલીસના જવાનોને સલામ કરું છું, જેમણે ગુરુ ગ્રંથ સાહિબને અપવિત્ર થવા ન દીધા અને બળનો ઉપયોગ કર્યા વિના પરિસ્થિતિ નિયંત્રિત કરી. સરકાર ઘાયલ થયેલા કર્મચારીઓ સાથે છે.
અહીં તમને જણાવી દઈએ કે, તુફાન તરીકે જાણીતા લવપ્રીત સિંહ પંજાબના ગુરદાસપુર જિલ્લાના વતની છે. તાજેતરમાં અપહરણ અને હુમલાના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. લવપ્રીત સિંહ વારિસ પંજાબ દે સંસ્થાના સભ્ય છે. આનું નેતૃત્વ અમૃતપાલ સિંહ ખાલસા કરે છે. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક છે. તેમનો દાવો છે કે તે ખાલિસ્તાની ચળવળને શાંતિપૂર્ણ રીતે આગળ લઈ રહ્યા છે. અજનલા કેસમાં લવપ્રીત સિંહ પર લાગેલા આરોપો અંગે તેના પરિવારજનોનું કહેવું છે કે લવપ્રીત નિર્દોષ છે, તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.
ચમકૌર સાહિબ વરિન્દર સિંહનું અપહરણ કરવા અને મારપીટ કરવા બદલ લવપ્રીત સિંહ તુફાન વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. આ કેસમાં આ કાર્યવાહી ફરિયાદ બાદ કરાઈ હતી. આ ધરપકડ બાદ અજનાલા પોલીસ સ્ટેશન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતું.
અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકોએ કહ્યું કે જ્યાં સુધી તુફાનને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. અમૃતપાલ સિંહે પંજાબ પોલીસ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે ગુરુવારે પોલીસ સ્ટેશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનમાં તેમના 21 સમર્થકો ઘાયલ થયા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ પોલીસે અજનલા કેસની તપાસ માટે SIT ની રચના કરી છે, જે લવપ્રીત સિંહ વિરુદ્ધ FIR નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
