આઈઆઈટી બોમ્બે વિધાર્થીની ધરપકડ, નહાતા લોકોની ફોટો લેતો હતો

આઈઆઈટી બોમ્બે માં અભ્યાસ કરતા 34 વર્ષના એક વ્યક્તિને શનિવારે નહાતા લોકોની ફોટો લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આઈઆઈટી બોમ્બે માં અભ્યાસ કરતા 34 વર્ષના એક વ્યક્તિને શનિવારે નહાતા લોકોની ફોટો લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈના થાણેમાં રહેતા અવિનાશ કુમાર યાદવ પર ધારા 354 લગાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આઇપીસી ધારા 354 હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ મહિલાને અંગત કામ કરતા ફોટો ખેંચે તો તે અપરાધ ગણાય છે.

mms

કપૂરબાવડી પોલીસ ચોકીમાં અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની પાસે એક મહિલાની ફરિયાદ આવી હતી કે શુક્રવારે જયારે તેઓ નહાઈ રહ્યા હતા ત્યારે તેમને બાથરૂમની બારી પર એક મોબાઈલ મળ્યો. તેને પોતાના પતિને તેના વિશે જાણકારી આપી. પતિ અને પત્નીએ આરોપીને ત્યાંથી ભાગતા પણ જોયો. પરંતુ આસપાસના લોકોએ તેને પકડી લીધો. આરોપી અવિનાશના મોબાઇલમાંથી બે બિલ્ડિંગમાં રહેતા ઘણા પુરુષો અને સ્ત્રીઓની નહાતી કલીપ મળી આવી.

આ પણ વાંચો: યુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ MMS વાયરલ કર્યો

આ પ્રકારની હરકતો કરવાને કારણે તે વ્યક્તિ માનસિક રૂપે બીમાર છે, તેવી શંકા પણ છે. આ ખબર બહાર આવ્યા પછી બિલ્ડિંગના લોકોમાં હડકંપ મચી ગયો છે. પોલીસે આરોપી વ્યક્તિ અવિનાશની ધરપકડ કરી લીધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: બાથરૂમમાં કેમેરો લગાવીને અશ્લીલ વીડિયો બનાવી રહ્યા, થઇ પીટાઈ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X