પંજાબ યુનિવર્સિટી છાત્રસંઘ ચૂંટણીમાં 'આપ' એકમ CYSSની શાનદાર જીત, કેજરીવાલ અને CM માને આપ્યા અભિનંદન
પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ 'છાત્ર યુવા સંઘર્ષ સમિતિ'(CYSS) એ જંગી જીત મેળવી છે.
ચંદીગઢઃ પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ 'છાત્ર યુવા સંઘર્ષ સમિતિ'(CYSS) એ જંગી જીત મેળવી છે. સીવાયએસએસના આયુષ ખટકર પંજાબ યુનિવર્સિટીના નવા વિદ્યાર્થી પ્રમુખ બન્યા. સીવાયએસએસએ પ્રથમ વખત વિદ્યાર્થીની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને પ્રથમ વખત જ આટલી મોટી જીત હાંસલ કરી હતી. કેબિનેટ મંત્રી ગુરમીત સિંહ મીત હેરને વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આયુષ કટકરને અભિનંદન આપ્યા અને લખ્યુ, 'આપના વિદ્યાર્થી સંગઠન સીવાયએસએસને પંજાબ યુનિવર્સિટીની ચૂંટણીમાં શાનદાર જીત મળી છે. આયુષ ખટકરને પ્રેસિડેન્ટ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! આજે દેશભરના યુવાનો મોટી સંખ્યામાં જોડાઈને મોટી અપેક્ષા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. આપ યુવાનોની પાર્ટી છે. યુવાનો જ ભવિષ્યમાં દેશની બાગડોર સંભાળશે.'
મુખ્યમંત્રી ભગવંત માને સીવાયએસએસની જીત પર આયુષ કટકરને અભિનંદન આપ્યા અને ટ્વીટ કર્યુ, 'યુવાનો ઇચ્છે તો દેશનુ ભાગ્ય બદલી શકે છે. આજે પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તે સાબિત કર્યુ છે. આમ આદમી પાર્ટીની સીવાયએસએસ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં શાનદાર જીતે ભગત સિંહના વિચારો વધુ મજબૂત કર્યા છે. આયુષ ખટકડ અને સમગ્ર ટીમને અભિનંદન!'
કેબિનેટ મંત્રી મીત હેયરે પણ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યુ હતુ કે, 'પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસની મોટી જીત એ આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની નીતિઓની જીત છે. ભાજપની સાંપ્રદાયિક વિચારસરણી અને ઑપરેશન લોટસને યુવાનોએ નકારી દીધુ છે.












Click it and Unblock the Notifications
