For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે સુભાષ ચોપડાની પસંદગી, કીર્તિ આઝાદને મળ્યું આ પદ

દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે સુભાષ ચોપડાની પસંદગી, કીર્તિ આઝાદને મળ્યું આ પદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી કોંગ્રેસમાં નવા અધ્યક્ષને લઈ મહીનાઓથી ચાલી રહેલ ખેંચતાણ બુધવારે ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ કોંગ્રેસી નેતા સુભાષ ચોપડાને દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જ્યારે પૂર્વ ક્રિકેટર અને ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલ કીર્તિ આઝાદને કેમ્પેન કમિટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદથી આ પદ ખાલી પડ્યું હતું.

congress

જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હતી તેમ તેમ અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસમાં ગરમાગરમી તેજ થઈ ગઈ હતી. દિલ્હી કોંગ્રેસમાં આંતરીક ઝઘડાઓ પણ વધી રહ્યા હતા. એક તરફ દિલ્હી કોંગ્રેસના કેટલાય નેતા કીર્તિ આઝાદ જેવા કોઈ બાહરી નામનો વિરોધ કરી રહ્યા હતા તો બીજી તરફ નેતાઓના એક પક્ષનું કહેવું હતું કે બધાને સ્વીકાર્ય હોય તેવા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે જેથી આંતરીક ઝઘડાઓ પર પણ અંકુશ લગાવી શકાય.

દિલ્હી ચૂંટણી પહેલા મોદી સરકારનો વધુ એક ફેસલો, 40 લાખ લોકોને ફાયદો થશેદિલ્હી ચૂંટણી પહેલા મોદી સરકારનો વધુ એક ફેસલો, 40 લાખ લોકોને ફાયદો થશે

આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થનાર છે, પરંતુ દલ્હી કોંગ્રેસ અધ્યક્ષનું પદ ઘણા સમયથી ખાલી હતું. એક તરફ સુભાષ ચોપડાને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાાં આવ્યા છે જ્યારે બીજી બાજુ કીર્તિ આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આઝાદને આ જવાબદારી એવા સમયે સોંપવામાં આવી છે જ્યારે ભારતીય યુવા કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને સંદેશ મોકલી આઝાદ અથવા કોઈ અન્ય બાહરી નેતાને ડપીસીસીના અધ્યક્ષ ન બનાવવાનો અને કોઈ યુવા નેતા પર વિશ્વાસ જતાવવાનો આગ્રહ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટી દેશભરમાં 5-15 નવેમ્બર દરમિયાન વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શન દેશની બગડતી અર્થવ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પહેલાં આ પ્રદર્શન 15 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરે થનાર હતું. પરંતુ હાલમાં જ પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આને વધારવામાં આવ્યું છે.

English summary
subhash chopda became delhi congress president
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X