Video: સોનિયા ગાંધી માત્ર પાંચમુ પાસ છે, કેમ્બ્રિજની ડિગ્રી નકલી: સ્વામી
બેંગલુરુ, 26 જૂન: એક તરફ જ્યા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીની યેલ યૂનિવર્સિટીની ડિગ્રી પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આપને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે સોનિયા ગાંધીની કેમ્બ્રિજ ડિગ્રી પણ નકલી છે અને તેઓ માત્ર પાંચમુ ધોરણ જ પાસ છે. આ વાતનો દાવો ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી ઘણા સમય પહેલા કરી ચૂક્યા છે.

સ્વામી અહીં જ ના અટક્યા તેમણે સોનિયા ગાંધીના જન્મસ્થળ પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું સોનિયાએ પોતાના પાસપોર્ટ અને ભારતીય નાગરિકતાના ફોર્મમાંા અલગ અલગ જાણકારી આપી છે. એટલું જ નહીં તેમણે જણાવ્યું કે સોનિયાની ભારતીય નાગરિકતા કાનૂનના સેક્શન 10 હેઠળ ભારતની નાગરિકતા ખત્મ કરી દેવી જોઇએ.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
