દિલ્હી એનસીઆરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો, ઘણા વિસ્તારોમાં વરસાદ
હાલ ભારતના મોટા ભાગના રાજ્યો ગરમીથી ત્રસ્ત છે ત્યારે હવે દિલ્હીના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો છે. ભારે ગરમી વચ્ચે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ગરમીમાં રાહત જોવા મળી છે.

ઘણા દિવસોથી ગરમી અને હીટ સ્ટ્રોકથી ત્રસ્ત દિલ્હીને આજે સાંજે વરસાદથી રાહત થઈ છે. દિલ્હી સાથે નોઈડામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય ગાઝિયાબાદમાં વાદળો સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
આ પહેલા હવામાન વિભાગેદિલ્હી NCR સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. IMD અનુસાર IGI એરપોર્ટ, લોધી રોડ, કનોટ પ્લેસ, ITO, લાલ કિલ્લો અને NCRના વિસ્તારોમાં હળવોથી મધ્યમ મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, હરિયાણા, રાજસ્થાન અને યુપીના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.
#WATCH राष्ट्रीय राजधानी दिल्ली में देर शाम तेज हवा के साथ बारिश हुई। मौसम में बदलाव के बाद लोगों को गर्मी से राहत मिली है। pic.twitter.com/wkpwTf4sfE
— ANI_HindiNews (@AHindinews) April 20, 2023
હવામાન વિભાગે ગુરુવારે દિલ્હીમાં વરસાદની આગાહી કરી હતી. જોકે બુધવારે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. અહીં તમને એ પણ જણાવી દઈએ કે દિલ્હીમાં તાપમાન સતત ત્રણ દિવસથી 40 ડિગ્રી ઉપર છે. આજે વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
