મધ્ય પ્રદેશમાં સુખોઈ-30 અને મિરાજ 2000 વિમાન તેમજ રાજસ્થાનમાં ચાર્ટર એરક્રાફ્ટ ક્રેશ
મધ્ય પ્રદેશના મુરૈના અને રાજસ્થાનના ભરતપુરમાં વિમાન દૂર્ઘટના સામે આવી છે.
Aircraft Crashed: મધ્ય પ્રદેશના મુરૈના પાસે અને રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે એક મોટી દૂર્ઘટના બની છે. મધ્ય પ્રદેશમાં ભારતીય વાયુસેનાનુ એક સુખોઈ-30 અને એક મિરાજ 2000 વિમાન ક્રેશ થઈ ગયુ છે. બંને વિમાન અલગ-અલગ ક્રેશ થયા કે બંને વચ્ચે ટક્કર થઈ એ વિશે કોઈ માહિતી હજુ સુધી સામે આવી શકી નથી. સૂત્રો મુજબ બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. જ્યાં એક્સરસાઈઝ ચાલી રહી હતી.

મુરૈનાના કલેક્ટરે જણાવ્યુ હતુ કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં બે પાયલટને શોધી કાઢવામાં આવ્યા છે. ઈજેક્ટ કરવાના કારણે તેમને ઈજા થઈ છે. આ સિવાય ગ્વાલિયરથી એરફોર્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રહી હતી. આ પછી જ અકસ્માતનુ ચોક્કસ કારણ કહી શકાશે.
અન્ય એક ઘટના રાજસ્થાનથી સામે આવી રહી છે. રાજસ્થાનના ભરતપુરમાં પણ ચાર્ટર જેટ એરક્રાફ્ટ ક્રેશ થયુ હોવાના સમાચાર છે. ભરતપુરના જિલ્લા કલેક્ટર આલોક રંજને આની પુષ્ટિ કરી છે અને કહ્યુ છે કે પોલીસ અને વહીવટીતંત્રને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઘટનામાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023
#WATCH | Rajasthan, Bharatpur | Wreckage of jet seen. Earlier report as confirmed by Bharatpur District Collector Alok Ranjan said charter jet, however, defence sources confirm IAF jets have crashed in the vicinity. Therefore, more details awaited. pic.twitter.com/005oPmUp6Z
— ANI (@ANI) January 28, 2023
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
