આજે રાતે દેખાશે ચમકીલો સુપરમુન, જોઈ લેજો નહિતર 7 વર્ષ રાહ જોવી પડશે
19 ફેબ્રુઆરી 2019 એટલે કે આજે રાતે ચાંદનો આકાર સામાન્યથી 14 ટકા વધારે અને 30 ટકા વધુ ચમકીલો દેખાશે.
19 ફેબ્રુઆરી 2019 એટલે કે આજે રાતે ચાંદનો આકાર સામાન્યથી 14 ટકા વધારે અને 30 ટકા વધુ ચમકીલો દેખાશે. આને સુપરમુન કહેવાય છે. વાસ્તવમાં આજે ચાંદ પૃથ્વીની સૌથી વધુ નજીક હશે. નાસા અનુસાર જો આજે તમે ચાંદ નહિ જુઓ તો આવતી વખતે આ મોકો તમને પૂરા 7 વર્ષ બાદ મળવાનો છે. આવતી વખતે તે તમને વર્ષ 2026માં દેખાશે. આ વર્ષનું સૌથી નજીકનું સુપરમુન પણ છે.

કેટલા વાગે જોવા મળશે સુપરમુન?
આજે જોવા મળનાર સુપરમુન રાતે દેશમાં ઘણી જગ્યાએ 9 વાગીને 23 મિનિટ પર દેખાશે. વળી, દિલ્લીમાં સાંજે 6.30 વાગે, મુંબઈમાં 9.23 વાગે અને કોલકત્તામાં સૂર્ય ડૂબ્યાના લગભગ અડધા કલાક બાદ આને જોઈ શકાશે. તમને જણાવી દઈએ કે મોટો આકાર હોવા છતા આ બ્લડ મુન નથી. બ્લડ મુન 2028 અને 2037માં જોવા મળશે. આ દરમિયાન ચાંદ રોજની તુલનામાં 14 ટકા વધુ મોટો અને 30 ટકા વધુ ચમકીલો જોવા મળે છે.

હંગર મુન પણ કહેવાશે સુપરમુન
આ વખતે સુપરમુનને સ્ટ્રૉમ મુન, હંગર મુન, સ્નો મુન અને બોન મુનના નામથી બોલાવવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ચાલી રહેલી હિમવર્ષાના કારણે તેને સ્નો મુન કહેવામાં આવી રહ્યો છે. સુપરમુન ત્યારે દેખાય છે જ્યારે ચાંદ ધરતીની સૌથી નજીક હોય છે. તે વધુ ચમકીલો અને મોટો દેખાય છે. તમે ખુલ્લા આકાશ નીચે કોઈ નાના દૂરબીનની મદદથી આ ફૂલ મુનની મઝા લઈ શકો છો. આના માટે વાદળ ન હોવા જરૂરી છે.

ફૂલ મુનના કારણે સમુદ્રમાં હાઈ ટાઈડ
આ ફૂલ મુનના કારણે ભારતના સમુદ્ર વિસ્તારોમાં ઉંચી ટાઈડ જોવા મળવાની સંભાવના છે. ફૂલ મુન મોમેંટ 9 વાગીને 23 મિનિટે થશે જ્યારે સૂર્ય 180 ડિગ્રી ઉલ્ટી દિશામાં ચાંદ હશે. આ સુપરમુનની ઘણી ધાર્મિક માન્યતાઓ પણ છે.












Click it and Unblock the Notifications
