જાલંધર પેટા ચૂંટણીમાં AAP ને મળી રહેલા સમર્થનથી વિરોધીયો બોખલાયા-ભગવંત માન
આવનારી 10 મેંના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે સાથે પંજાબની જાલંધર લોકસભા સીટ પર પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે આ ચૂંટણીને લઈને પંજાબમાં રાજનીતિ ગરમ છે. હાલમાં જ ભગવંત માને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
મનજિન્દર સિરસાના ટ્વીટ અંગે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા મુખ્યમંત્રી ભગવંત માને વિરોધીઓને આડે હાથ લીધા હતા. હાલમાં જ સિરસાએ ટ્વિટ કરીને મંત્રી કટારુચકના રાજીનામાની વાત કરી હતી.

મીડિયાએ આ ટ્વિટ વિશ ભગવંત માનને સવાલ કરતા તેમણે જવાબમાં કહ્યું કે, કહ્યું કે લાલચંદ કટારુચકનું રાજીનામું તેમની પાસે નહીં મનજિન્દર સિંહ સિરસા પાસે આવ્યુ હશે. ન તો તેમની પાસે કોઈ વીડિયો આવ્યો છે.
ભગવંત માને આગળ કહ્યું કે, મનજિન્દર સિરસા રાજીનામું આપવામાં ખૂબ જ નિષ્ણાત છે. જલંધર પેટાચૂંટણીમાં AAPને મળી રહેલા સમર્થનથી વિરોધીઓ હેરાન છે. તેમણે કહ્યું કે હાલમાં વિરોધીઓને આ સમયે કોઈ મુદ્દો મળી રહ્યો નથી તેથી આવી વાતો કરી રહ્યા છે.
અહીં ભગવંત માન સુખપાલ ખૈહરા પર પણ વરસ્યા હતા. કટારુચકને લઈને ખૈહરા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ન પર બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ખૈરાને પૂછો કે પંજાબ ડેમોક્રેટિક એલાયન્સ દરમિયાન કોની અધ્યક્ષતામાં કટારુચકને ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
ભગવંત માને કહ્યું કે હવે તેના કાગળો સામે આવ્યા છે અને તે ગભરાટમાં છે. ખૈરાને સલાહ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોએ તેમને 5 વર્ષ આપ્યા છે, હવે તે તેમની પાસેથી છીનવી શકે નહીં. તેથી શાંતિ અને ધીરજ જાળવી રાખો.












Click it and Unblock the Notifications
