કોરોનાથી મોતનુ નકલી સર્ટિફિકેટ બનાવીને વળતર લેવાની થશે તપાસ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી મંજૂરી
કોરોના વાયરસથી મોતનુ નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને વળતર માંગવાના કેસમાં તપાસ થશે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસથી મોતનુ નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને વળતર માંગવાના કેસમાં તપાસ થશે. આ કેસ પર સુનાવણી કરીને ગુરુારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તપાસની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી મોતનુ નકલી સર્ટિફિકેટ બનાવડાવીને વળતરની રકમના દાવાની તપાસ કરવાની અનુમતિ આપીને કહ્યુ છે કે કેન્દ્ર ચાર રાજ્યોમાં 5 ટકા દાવાઓનુ સત્યાપન કરી શકે છે. આ રાજ્ય આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ છે જેમાં કોવિડથી મોતને લઈને વળતર માટે ક્લેમ અને મોતના આંકડાઓ વચ્ચે મોટુ અંતર છે.

સુપ્રીમ કોર્ટે 28 માર્ચ, 2022 સુધી થયેલ મોતના વળતર ક્લેમ કરવા માટે 60 દિવસની સમય સીમા અને ભવિષ્યના દાવેદારો માટે 50000 રૂપિયાની વળતર રાશિનો દાવો કરવા માટે 90 દિવસની સમય સીમા નિર્ધારિત કરી છે.
કેન્દ્ર તરફથી કરવામાં આવી છે નકલી દાવો કરવાની વાત
કેન્દ્ર સરકાર તરફથી સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે કોરોનાથી થતા મોત મામલે આશ્રિત પરિવારજનોને વળતર આપવામાં મુશ્કેલીઓ આવી રહી છે કારણકે ઘણા લોકો નકલી સર્ટિફિકેટ બનાવીને વળતરનો દાવો કરી રહ્યા છે. તુષાર મહેતાએ દાવો કર્યો હતો અમુક ડૉક્ટરો અન્ય કારણોતી થયેલા મોતને પણ કોરોનાથી થયેલ મોત ગણાવીને નકલી પ્રમાણપત્ર આપી રહ્યા છે. આના પર ગઈ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે કોરોનાથી મોત માટે 50,000 રૂપિયાની રકમ આપવાના અમારા આદેશનો નકલી સર્ટિફિકેટ બનાવીને અમુક લોકો દુરુપયોગ કરી રહ્યા છે. આના પર અમે ચિંતિત છીએ. સુપ્રીમ કોર્ટે હવે આમાં તપાસની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યા વળતર આપવાના આદેશ
સુપ્રીમ કોર્ટે કોવિડથી થયેલ મોત મામલે મૃતકના પરિવારજનોને 50 હજાર રુપિયા અનુગ્રહ રકમ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોનાથી મરનારના પરિવારજનોને 50 હજાર રુપિયાનુ વળતર આપવા માટે તૈયાર થઈ હતી.












Click it and Unblock the Notifications
