Supreme court criticism : સુપ્રીમ કોર્ટ વિશે વિવાદાસ્પદ નિવેદન કરી શકાય? જાણો શું કહે છે દેશનું બંધારણ?

Supreme court criticism : હાલ ભારતમાં વક્ફ સંશોધન અધિનિયમ 2025ની સમીક્ષા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન બીજેપી નેતાઓ સુપ્રીમ કોર્ટ વિશે બફાટ કરતા જોવા મળી રહ્યા છે.

નિશિકાંત દુબે જેવા નેતાઓ બફાટ કરી રહ્યાં છે કે કોર્ટ પોતાની હદથી બહાર જઈને નિર્ણયો લઈ રહી છે અને સંસદને નજરઅંદાજ કરી રહી છે. આ નિવેદનથી ચર્ચા શરૂ થઈ છે કે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ આવા નિવેદનો કરવાની છૂટ છે કે નહીં?

Supreme Court Criticism

જણાવી દઈએ કે, ભારતનું બંધારણ દરેક નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર ટિપ્પણી કરી શકાય છે.

પરંતુ આ સ્વતંત્રતા પર કેટલીક મર્યાદાઓ છે. બંધારણની કલમ 19(2) હેઠળ જો કોઈ નિવેદન ભડકાઉ, અપમાનજનક કે જાહેર શાંતિને ખલેલ પહોંચાડે તેવું હોય તો તેની સામે કાનૂની પગલાં લઈ શકાય છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયોની ટીકા કરવી એ લોકશાહીનો હિસ્સો છે પરંતુ આ ટીકા સભ્ય, રચનાત્મક અને સત્યના આધારે હોવી જોઈએ. જો કોઈ નિવેદન કોર્ટની અવમાનના કરે, ન્યાયાધીશોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે, ખોટું-અપમાનજનક કે ભડકાઉ હોય તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આવા કેસમાં વ્યક્તિને દંડ કે સજા થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ અદાલત છે, અને તેના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર દરેકને છે. પરંતુ આ ટીકા હંમેશાં કાયદાની મર્યાદામાં હોવી જોઈએ. ખોટા કે અપમાનજનક નિવેદનો ટાળવા જોઈએ, જેથી કાનૂની મુશ્કેલી ન સર્જાય.

જણાવી દઈએ કે, બંધારણ વિરોધી કાયદા ઘડવા માટે કુખ્યાત કેન્દ્રની બીજેપી સરકાર વક્ફ બિલ લઈને આવી છે. આ બિલ પણ બંધારણ વિરોધી હોવાના દાવા થઈ રહ્યાં છે અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X