For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત ઉત્પીડન એક્ટના આદેશને પાછો લેવા અંગે સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો

એસસી-એસટી એક્ટ હેઠળ સૌથી મહત્વના નિયમને ખતમ કરવા બાબતે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

|
Google Oneindia Gujarati News

એસસી-એસટી એક્ટ હેઠળ સૌથી મહત્વના નિયમને ખતમ કરવા બાબતે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. વાસ્તવમાં એસસી-એસટી એક્ટ હેઠળ કેસ ફાઈલ કરાયા બાદ તરત જ ધરપકડની જોગવાઈને ખતમ કરી દેવામાં આવી હતી ત્યારબાદ આ વિશે ઘણો વિવાદ થયો હતો. આના કારણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી કે માર્ચ 2018ના આદેશને પાછો લેવામાં આવે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે એસસી-એસટી એક્ટ હેઠળ તરત જ ધરપકડ નહિ થાય.

SC

કોર્ટનો ચુકાદો

કોર્ટે આ એક્ટ હેઠળ બે ચુકાદા આપ્યા હતા, પહેલા આદશેમાં કોર્ટે કહ્યુ હતુ કે દલિત ઉત્પીડન મામલે આગોતરા જામીનની જોગવાઈ હશે, જ્યારે બીજા આદેશ હેઠળ કહેવામાં આવ્યુ હતુ કે ધરપકડ પહેલા કેસની તપાસ કરવામાં આવશે. કોર્ટના આ ચુકાદા બાદ દેશભરમાં આનો ઘણો વિરોધ થયો હતો. ભારે વિરોધ અને રાજકીય દબાણનો જોતા કેન્દ્ર સરકારે કોર્ટને અપીલ કરી હતી કે તે પોતાના ચુકાદા પર ફરીથી વિચાર કરે. ત્યારબાદ આજે કોર્ટ આ મામલે મહત્વનો ચુકાદો આપી શકે છે.

કેન્દ્રએ કર્યો હતો વિરોધ

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ ચુકાદાથી એસસી-એસટી એક્ટની સૌથી મહત્વની જોગવાઈને ખતમ કરી દેવામાં આવી જેનાથી એસસી-એસટી વર્ગના લોકોનો ભરોસો આ અંગે નબળો થયો છે કે રાજ્ય તેમની રક્ષા કરી શકે છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ કે નિર્દોષ લોકોને બચાવવા માટે આ ફેરફાર જરૂરી હતો. કોર્ટે કહ્યુ હતુ કે આ કાયદાનો દૂરુપયોગ અમુક જગ્યાએ થયો છે. સરકારી કર્મચારીઓને તેમનુ કામ કરવાથી રોકવામાં આવ્યા છે.

સંસદે બદલ્યો નિર્ણય

તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (અત્યારોને અટકાવવા) કાયદાની પહેલાની સ્થિતિ ચાલુ રાખવા માટે આમાં કરાયેલા સુધારાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં સંસદે 20 માર્ચે સુપ્રીમ કોર્ટના એક આદેશને પલટીને સુધારા બિલ પાસ કર્યુ હતુ જેમાં અધિનિયમ હેઠળ નિર્દોષ લોકોને ખોટા આરોપથી બચવા માટે પ્રારંભિક તપાસ વિના ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી.

થયા હતા પ્રદર્શન

આમાં જોગવાઈ છે કે ગુનાહિત કેસ નોંધ કરવા માટે કોઈ પ્રારંભિક તપાસની જરૂર નથી અને આ કાયદા હેઠળ ધરપકડ માટે કોઈ પ્રકારની પૂર્વ પરવાનગીની જરૂર પણ નથી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટીને આ અધિનિયમમાં કરાયેલ બદલાવ બાદ દેશના અમુક ભાગો ખાસ કરીને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

આ પણ વાંચોઃ ભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMFઆ પણ વાંચોઃ ભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMF

English summary
Supreme court decision today on recall of Dalit Atrocities law order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X